ઠંડીમાં રાહત:લઘુત્તમ તાપમાન 9.8થી વધીને 11 ડિગ્રી થતા ઠંડીમાં રાહત મળી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરમાં સોમવારે ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. મહત્તમ તાપમાન વધવાની સાથે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતા અને પવનની ઝડપ પણ ઘટી જતા કાતીલ ઠંડીની અસર ઓછી થઇ છે. જૂનાગઢ શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રીએ પહોંચી જતા લોકો કાતિલ ઠંડીથી ઠુંઠવાઇ ગયા હતા. જોકે, સોમવારે લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી વધીને 11 ડિગ્રી થઇ ગયું હતું. સાથે મહત્તમ તાપમાન પણ 30 ડિગ્રીએ પહોંચી ગયું હતું તેમજ પવનની ઝડપ પણ 2.3 કિમીની રહેવા પામી હતી.

પરિણામે શહેરીજનોને સોમવારે ઠંડીમાં થોડી રાહત મળી હતી. જોકે, ગિરનાર પર્વત પર 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા સ્થાનિક લોકો, પ્રવાસીઓ તેમજ વન્યપ્રાણીઓને કાતીલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન સોમવારે લઘુત્તમ 11, મહત્તમ 30 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 53 ટકા અને બપોરે 30 ટકા રહ્યું હતું અને પવનની ઝડપ માત્ર 2.3 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...