તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:લઘુત્તમ તાપમાન વધ્યુ, પરંતુ પવન વધતા ઠંડી બરકરાર રહી, જૂનાગઢ શહેરમાં 10.5, ગિરનાર પર 5.5 ડિગ્રી ઠંડી

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જૂનાગઢ શહેરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધ્યું હતું. ત્યારે ઠંડીની અસર ઘટવી જોઇએ. જોકે,પવનની ઝડપમાં વધારો થતા ઠંડીની અસર બરકરાર રહી હતી.જૂનાગઢ શહેરમાં મંગળવારે લઘુત્તમ તાપમાનનો પારો 7.8 ડિગ્રીએ પહોંચી જતા તેમજ પવનની ઝડપ 6.2 કિમી પ્રતિ કલાકની રહેતા હાજા ગગડાવતી ઠંડી પડી હતી. દરમિયાન બુધવારે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો.

મંગળવારે લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી હતું તેમાં બુધવારે 2.7 ડિગ્રીનો વધારો થઇ 10.5 ડિગ્રી થઇ ગયું હતું. બીજી તરફ મહત્તમ તાપમાન મંગળવારે 25.5 ડિગ્રી હતું જેમાં બુધવારે 1 ડિગ્રીનો વધારો થઇ 26.5 ડિગ્રી થઇ ગયું હતું. આમ, લઘુત્તમ તાપમાનમાં 2.7 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં થોડો ઘટાડો થવો જોઇએ.

જોકે, પવનની ઝડપમાં વધારો થતા ઠંડીની અસર બરકરાર રહી હતી. મંગળવારે પવનની ઝડપ 6.2 કિલોમિટર પ્રતિ કલાકની હતી જેમાં બુધવારે 1.1 કિલો મિટરનો વધારો થતા દિવસભર 7.3 કિલો મિટરની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા શહેરમાં ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો ન હતો. હજુ ગુરૂવારે પણ ઠંડીની અસર જોવા મળશે. દરમિયાન શહેરમાં 10.5 ડિગ્રી અને ગિરનારમાં 5.5 ડિગ્રી ઠંડી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો