તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:લઘુત્તમ તાપમાન સ્થિર રહ્યું પરંતુ મહત્તમ તાપમાન વધ્યું

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ પહોંચતા ઠંડીની અસર ઘટી

જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન સ્થિર રહ્યું હતું પરંતુ મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી વધી 33 ડિગ્રીએ આવી જતા લોકોને ઠંડીની અસર વર્તાઇ ન હતી. શહેરમાં લઘુત્તમ તાપમાન રવિવારે 9.5 ડિગ્રી રહ્યું હતું જ્યારે સોમવારે 9.4 ડિગ્રી રહ્યું હતું. પરંતુ સાથોસાથ મહત્તમ તાપમાનમાં પણ વધારો થયો હતો. રવિવારે મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી રહ્યું હતું જે સોમવારે 1.4 ડિગ્રી વધીને 33 ડિગ્રીએ પહોંચી જતા લોકોને ઠંડીને અસર વર્તાઇ ન હતી.

દરમિયાન સોમવારે લઘુત્તમ 9.4, મહત્તમ 33 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 60 ટકા અને બપોર બાદ 18 ટકા રહ્યું હતું. દરમિયાન પવનની ઝડપ રવિવારે 4 કિમી પ્રતિ કલાકની રહી હતી જે સોમવારે 1 કિમી ઘટીને 3 કિમી થઇ ગઇ હતી. આમ, લઘુત્તમ તાપમાન સ્થિર રહ્યું હતું પરંતુ મહત્તમ તાપમાનમાં વધારો અને પવનની ઝડપમાં ઘટાડો થતા ઠંડીની અસર વર્તાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો