જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને મજૂરી કરતા પરિવારનો દિકરો સુરતમાં કરોડપતિ શેઠને ત્યાં નોકરી કરતો હતો. દરમિયાન શેઠની દિકરી સાથે પ્રેમ થઇ જતા તેને ભગાડી કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. જોકે, દિકરાના પિતાએ પોતાના દિકરાને ખુબ સમજાવ્યો કે કરોડપતિની દિકરીને પોતાના ઘરમાં સાચવી નહિ શકે. પિતાએ દવા પી જવાની ધમકી આપી છત્તાં છોકરો અને છોકરી એકના બે ન થયા.બીજી બાજુ સુરતથી દબાણ આવવા લાગ્યું.
આખરે દિકરાના પિતાએ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી વાત કરી રસ્તો કાઢવા કહ્યું. ત્યારે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી ટીમે બન્ને પક્ષોને રૂબરૂ બોલાવી પોલીસની ભાષામાં સમજાવ્યા હતા. ખાસ કરીને પૈસા કરતા દિકરા, દિકરીની જીંદગી મહત્વની હોવાનું તેમજ છોકરાઓના અપરિપક્વ નીર્ણયથી થનાર કજોડાથી બન્નેની જીંદગી બરબાદ થઇ જશે તેમ સમજાવતા બન્ને પક્ષો રાજીખુશીથી છૂટાછેડા આપવા સંમત થતા નોટરીમાં લખાણ કરી આપ્યું હતું.આમ, ડિવાયએસપીની મધ્યસ્થીના કારણે દિકરા, દિકરીની જીંદગી બરબાદ થતા અટકી હોય બન્ને પક્ષોએ પોલીસના હકારાત્મક અભિગમની સરાહના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.