તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • The Middle Man Handed Over The Bag Containing Rs 5 Lakh To The Original Owner, The Honesty Of The Old Man Of Junagadh Stopped Spoiling Someone's Diwali

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ:5 લાખના મુદ્દામાલ સાથેનો મળેલો થેલો આધેડે મૂળ માલિકને સુપ્રત કર્યો, જૂનાગઢના આધેડની પ્રામાણિકતાથી કોઇની દિવાળી બગડતી અટકી

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુખપુરના પરિવારનો રોકડ, સોના ,ચાંદીના દાગીનાનો થેલો પડી ગયો હતો

જૂનાગઢના એક આધેડે દાખવેલી પ્રામાણિકતાથી કોઇની દિવાળી બગડતી અટકી છે. આધેડે પોતાને મળેલો 5 લાખના મુદ્દામાલ સાથેનો થેલો પોલીસની મદદથી તેના મુળ માલિક સુધી પહોંચાડ્યો હતો. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,વંથલી તાલુકાના સુખપુર ગામના રેખાબેન મેસુરભાઇ ભાદરકા પોતાના પરિવાર સાથે મોટર સાઇકલ પર નિકળ્યા હતા.દરમિયાન સુદામા પાર્કથી એગ્રીકલ્ચરના ગેઇટ સુધીમાં થેલો પડી ગયો હતો.

થેલામાં સોના,ચાંદીના દાગીના, કપડા, રોકડ મળી 5,00,000નો મુદ્દામાલ હતો. બાદમાં પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરાઇ હતી.દરમિયાન ઝાંઝરડા રોડ વિસ્તારના આધેડ વિઠ્ઠલભાઇ દેવરાજ મોણપરાને આ થેલો મળ્યો હતો. તેમણે ચેક કરતા સોના, ચાંદીના દાગીના, રોકડ નજરે પડ્યા હતા. બાદમાં સી ડિવીઝન પોલીસ સ્ટેશને જઇ થેલો મળ્યાની વાત કરતા પોલીસની મદદથી મુળ માલિકને થેલો પરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો