તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની ચાલાકી કે અણઆવડત?:તુવેરનો પાક તૈયાર થાય તે પહેલા વેંચાણ માટે લાવવા મેસેજ થયા

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તુવેરની ટેકાના ભાવે ખરીદીમાં અનેક મુશ્કેલી ઉભી થાય તેવા એંધાણ
 • હજુ તો તુવેરનો પાક ખેડૂતોના ખેતરમાં છે જેને પાકતા 20 દિવસનો સમય લાગે તેમ છે તો હાલ વેંચાણ માટે ક્યાંથી મોકલવી ?

ખેડૂતોને પોતાની જણસના પુરતા ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. જોકે, તેમ છત્તાં કોઇ કારણોસર આવી યોજનાનો પુરતો લાભ લોકોને મળતો નથી. તાજેતરમાં સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવાની જાહેરાત કરી હતી. આ માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું હતું. હાલ રજીસ્ટ્રેશન પુરૂં થયા બાદ તુવેરને વેંચવા માટે યાર્ડમાં લઇ આવવા ખેડૂતોને મેસેજ આવવા લાગ્યા છે. જોકે, જોવાની ખૂબી એ છે કે હજુ તો તુવેરનો પાક તૈયાર થયો નથી. તુવરેનો પાક હજુ ખેતરમાં છે જેને તૈયાર થતા અંદાજે 20 દિવસ લાગી જાય તેમ છે. ત્યારે તુવેરને વેંચવા માટે યાર્ડમાં કઇ રીતે લઇ જવી તેવા સવાલો ખેડૂતોને મુંઝવી રહ્યા છે. પરિણામે તુવેરની ટેકાના ભાવે ખરીદીમાં અનેક મુશ્કેલી ઉભી થાય તેવું જણાઇ રહ્યું છે. ત્યારે આ સરકારની ચાલાકી છે કે પછી અણઆવડત તેવો સવાલ પણ ખેડૂતોમાં ઉઠવા પામ્યો છે.

તુવેરનો રજીસ્ટ્રેશનનો સમય અને ભાવ
સરકારે તુવેરનો ટેકાનો ભાવ 6,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. આ માટે રજીસ્ટ્રેશન કરવાનો સમય 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી નક્કી કરાયો હતો. જ્યારે ખરીદી માટે 1 ફેબ્રુઆરીથી 1 મે સુધીનો સમય આપ્યો છે. જોકે, તુવેરના પાકને તૈયાર થતા હજુ 20 દિવસ લાગે તેમ હોય વ્હેલી ખરીદી શરૂ કરી દેવાતા ખેડૂતોને તુવેરના વેંચાણ માટેના સમયમાં ઘટાડો થશે.

વેપારીને ફાયદો થશે
તુવેર તૈયાર થયા પહેલા ખરીદી શરૂ કરી દેવાતા ખેડૂતોનો પાક જ્યારે તૈયાર થશે ત્યારે વેંચાણ માટેના દિવસો ઘટશે. પરિણામે અનેક ખેડૂતો ટેકાના ભાવે તુવેર વેંચી નહી શકે અને ખુલ્લામાં વેંચવા મજબૂર થશે. પરિણામે વેપારીને ફાયદો થશે. તેઓ ઓછા ભાવે ખેડૂતો પાસેથી તુવેરનો પાક પડાવી લેશે.

આવા મેસેજ કરાયા છે
વાવેતર વિસ્તાર હેકટર પ્રમાણે તુવેરનો જથ્થો લાવવાનો છે. નોંધણી પહોંચ સાથે એપીએમસી વંથલી ખાતે હાજર રહેવાનું છે. તુવેર સાફ કરીને, સુકવીને, બારદાનમાં ભર્યા વિના ખુલ્લા વાહનોમાં લાવવાની રહેશે. તુવેર લાવનાર ખેડૂતે પોતાનું ઓળખકાર્ડ અને તેની નકલ, સાથે લાાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો