જૂનાગઢ:1 દિવસમાં 1.6 ડિગ્રી સહિત 4 દિમાં તાપમાનનો પારો 5.7 ડિગ્રી ગગડ્યો

વેધર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાદળછાયું વાતાવરણ ,પવનની ઝડપથી ગરમી ઘટી
  • હજુ 2 દિવસ તાપમાન 38 થી 39ની વચ્ચે રહેવાની સંભાવના

શહેરમાં એક જ દિવસમાં 1.6 ડિગ્રી સહિત 4 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 5.7 ડિગ્રી ગગડતા લોકોને આકરી ગરમીમાં ભારે રાહત થઇ છે. વળી, વાદળછાયું વાતાવરણ અને તેજ ગતિથી ફુંકાતા પવનના કારણે પણ ગરમીથી મોટી રાહત મળી છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 દિવસથી તામપાનનો પારો સતત ગગડી રહ્યો હોય લોકોને અંગ દઝાડતી ગરમીથી છૂટકારો મળ્યો છે. સોમવારે 43.3 ડિગ્રી રહ્યા બાદ ગરમીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં 1.6 ડિગ્રી સાથે મંગળથી શુક્ર સુધીના 4 દિવસમાં કુલ 5.7 ડિગ્રી ગરમી ઘટી છે. શુક્રવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું સાથે 13.5 કિમીની ઝડપે પવન ફુંકાતા ગરમીની અનુભૂતિ થઇ ન હતી. હવે મહત્તમ તાપમાન 38 થી 39ની  વચ્ચે રહેશે જયારે હજુ 2 દિવસ(શનિ અને રવિ) પવનની ઝડપ રહેશે. શુક્રવારે લઘુત્તમ 28, મહત્તમ 37.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...