તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાની તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેર આવે તો તેની સામે લડવા માટે જાગૃત નાગરિક બનીને રહેવું પડશે

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઇ રાજ્ય સરકારની સુચના અન્વયે ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા પંચયાતનાં કોમ્યુનીટી હોલ ખાતે બાળકોમાં કોવિડ-19 ના સંક્રમણને ધ્યાને લઈને રાજય બાળ સંરક્ષણ આયોગ સચિવ પી.બી.ઠાકરની હાજરીમાં આવનારી ત્રીજી વેવ તૈયારી કરવાના ભાગરૂપે બેઠક મળી હતી.

બેઠકમાં સચિવ ઠાકરએ જણાવેલ કે, બાળકોના અધિકારો માટે ધણી કામ કરતી સંસ્થાઓ છે. પહેલા અને બીંજા વેવમાં બાળકો ઓછા સંક્રમિત હતા. જયારે ત્રીજી લહેર બાળકો માટે અતિ ધાતક બને તેવું અનુમાન છે. જેથી જીલ્‍લામાં ઘરે-ઘરે જઈને સર્વે કરવો કે કેટલા બાળકો છે, તેઓમાંથી શરદી ખાંસી, તાવ, થેલેસીમીયા જેવી બીમારીઓથી કેટલા પીડીત છે તેની નોધ લેવી. ગામે-ગામે સ્ટીકર લગાવવા અને તેમાં આરોગ્ય અધિકારી, બાળ સુરક્ષા અધિકારીઓના નંબરોના પોસ્ટર લગાવવા જેથી બાળકોને ઝડપથી અને તાત્કાલિક ધોરણે સુવિધા મળી રહે.

કોરોનાનીં મહામારીમાં જે બાળકોએ માં-બાપ તથા માં-બાપમાં થી કોઈ એકને ગુમાવેલ બાળકોને રાજય સરકાર દ્વારા બાળ સેવા યોજનાનો અમલ કરાયો છે. જેના હેઠળ બાળકોને આર્થિક રીતે સહાય મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણું સૌથી મોટુ શસ્ત્ર સેનેટાઈઝર, માસ્ક તથા સોશિયલડિસ્ટન્સ રાખવું.

જયારે કાયદાકીય સલાહકાર રાજય બાળ સંરક્ષણ આયોગના દિપકભાઇ જોષીએ જણાવેલ કે, નિષ્ણાતોનું માનવું છે આગામી સમયમાં ત્રીજી લહેર આવવાની શક્યતા છે. જે લહેર બાળકો માટે અતિ જોખમરૂપ સાબિત થશે. આ જોખમમાંથી બાળકોને કેવી રીતે ઉગારવા જે અંતર્ગત રાજય બાળ સંરક્ષણ આયોગ દ્વારા 33 જિલ્લામાં 18 થી વધુ બેઠકો યોજી છે. હવે દરેક નાગરિકની ફરજ બને છે કે હવે પછીની જે ત્રીજી લહેર આવવાની છે તેમાં આપણે કોઈ પ્રકારની બેદરકારી ના રાખીએ અને આ મહામારી સામે લડવા માટે સશક્ત અને જાગૃત નાગરિક બનીએ.

આ બેઠકમાં ડીડીઓ રવિન્દ્ર ખતાલે, જી.પં.પ્રમુખ રામીબેન બચુભાઇ વાજા, અધિક નિવાસી ક્લેકટર બી.વી.લીંબાસીયા, સમાજ સુરક્ષા અધિકારી એચ.આર.મૌર્ય, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ જે.એમ.વઘાસીયા સહિત સંબંઘિત વિભાગોના અઘિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...