તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:એક જ દિવસમાં 3.1 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • હજુ તાપમાન વધી 34 ડિગ્રી સુધી જવાની સંભાવના

જૂનાગઢ શહેરમાં શિયાળાની ઋતુના જાણે વિદાયના દિવસો આવી ગયા હોય તેમ ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. એમાંપણ માત્ર એક જ દિવસમાં 3.1 ડિગ્રી વધી મહત્તમ તાપમાન 32.1 ડિગ્રીએ પહોંચી જતા લોકોને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. સવારે માત્ર ભેજના કારણે ઠંડી વર્તાય છે, બાકીના સમયે તો પંખા ચલાવવા પડે તેવું વાતાવરણ થઇ રહ્યું છે.

દરમિયાન હજુપણ મહત્તમ તાપમાન 2 ડિગ્રી વધી 34 ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગે સંભાવના જતાવી છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, હવે ધીમે ધીમે શિયાળાની ઋતુની વિદાયના દિવસો આવી રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે. મંગળવારે મહત્તમત તાપમાન 29 ડિગ્રી હતું જે એક જ દિવસમાં 3.1 ડિગ્રી વધીને બુધવારે 32.1 ડિગ્રીએ પહોંચી જતા લોકોને ગરમીની અનુભૂતિ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો