તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ શહેરમાં છેલ્લા 5 દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. દરમિયાન રવિવારે મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચી જતા ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ પર વાહનોની અવર જવર ઘટી જવા પામી હતી. દરમિયાન હજુપણ મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યકત થઇ રહી છે. જૂનાગઢમાં ગત મંગળવારે મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી હતું. ત્યાર બાદ સતત 5 દિવસ સુધી ગરમીમાં વધારો થતો જોવા મળ્યો છે.
બુધવારે 39.1, ગુરૂવારે 39.4, શુક્રવારે 39.9, શનિવારે 40.2 અને રવિવારે 41 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન પહોંચી ગયું હતું. રવિવારે રજાના દિવસે સૂર્યનારાયણ ભગવાને આકાશમાંથી અગ્નિ વરસાવતા ખાસ કરીને તેની અસર બપોરના સમયે જોવા મળી હતી. મોટાભાગના લોકો ઘરમાં જ પૂૂરાઇ રહ્યા હતા પરિણામે રસ્તાઓ પર અવર જવર ઘટી જવા પામી હતી. રસ્તાઓ પર એકલ દોકલ વાહનનો જ નજરે પડ્યા હતા.
દરમિયાન રવિવારે લઘુત્તમ 22.7, મહત્તમ 41 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 85 ટકા અને બપોર બાદ 28 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 5.1 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. દરમિયાન હજુપણ ગરમીમાં વધારો થવાની સંભાવના વ્યકત થઇ રહી છે.
અમરેલી પંથકમાં આકરી ગરમી
અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસાેથી તાપમાન સતત ઉંચકાયેલુ જાેવા મળી રહ્યું છે. જેને પગલે અહી કાળઝાળ ગરમીથી લાેકાે તાેબા પાેકારી ઉઠયાં છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 40.4 ડિગ્રી નાેંધાયુ હતુ. અાકરા તાપથી બપાેરના સમયે માર્ગાે પણ સુમસામ બની જાય છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.