આવક બમણી નહીં, ઘટી:પાકનાં નફા અને નુકસાનનું ગણિત, ખેડૂતોની આવક બમણી નહીં, ઘટી

માણેકવાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્પાદન વધવાને બદલે ઘટ્યું, કુદરતી આફતે વિનાશ વેર્યો, ખર્ચમાં વધારો થયો

એકબાજુ એવી વાતો થઈ રહી છે કે ખેડૂતોની આવક વધી છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ તપાસીએ તો કંઈક વિપરીત છે. ઉત્પાદન વધવાને બદલે ઘટવા લાગ્યું છે. જેમની સામે ખર્ચ બમણો થઈ રહ્યોં છે. ખેડૂતોનું માનીએ તો પહેલાંના સમયમાં ઓછા ખર્ચમાં ઉત્પાદન લઈ શકાતું હતું. જોંકે સમય જતાં બિયારણ, દવા, ખાતર અને મજૂરી મોંઘી થવા લાગી જેમની સામે સરેરાશ ઉત્પાદનમાં ઘટાડો થયો જ્યારે પાક ખેતરમાં ઉભો હોય તૈયાર થવામાં થોડી વાર હોય એ સમયે બજારમાં ભાવ આસમાને હોય છે. પરંતુ જેવો પાક તૈયાર થયો એટલે તુરંત જ ભાવ તળિયે બેસી જતા હોય છે. અને ધરતીપુત્રોને આર્થિક ફટકો પડયો છે. જેથી જ કહી શકાય ખેડૂતોની આવક બમણી નહીં ઘટી જ છે.

આ રીતે ખર્ચને સમજીએ | વિઘા દિઢ વાવેતર કે ખર્ચની વાત કરીએ તો 35 કિલોની આસપાસ મગફળીનું બિયારણ જોઈએ જેમનો પ્રતિમણ ભાવ રૂ.1900 થી લઈ 2 હજાર સુધી હોય છે. જ્યારે શિયાળુ અને ઉનાળુ પાકમાં પણ મસમોટો ખર્ચ કરવો પડે છે.

દવા-ખાતર, મજૂરીનો પણ માર | પહેલા મોટાભાગે ખેડૂતો ઓર્ગેનીક ખેતી કરતા હતા. પણ હાલ પાકમાં 4 થી 5 વખત તો દવાનો છંટકાવ કરવો જ પડે અને 15 લીટર પંપ દીઢ દવાનો ખર્ચ જોઈએ તો રૂ.50 થી 90 જોઈએ છીએ અને પાક મુજબ વિધે 1 થી 2 પંપ છટકાવ કરવો પડે છે. જ્યારે ખાતરના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેમનો ઉપયોગ કરવો પણ પરવડે તેમ નથી.
વિઘા દીઢ ઉત્પાદન | જો મગફળીની વાત કરીએ તો વિધે 20 મણ જેટલી ઉતરે છે જેમના ભાવ રૂ.22 હજાર મળે છે. જયારે સિઝન દરમિયાનનો વિઘા દીઢ ખર્ચ 75 ટકા આસપાસ થઈ જતો હોય છે.

ડીઝલનાં ભાવ વધ્યા હવે બળદનો ઉપયોગ
હાલ માં સમયમાં ઝડપી કામ કરાવવું જરૂરી છે. જો કે ઘાસ-ચારા અને આખું વર્ષ કરવી પડતી મહેનતના લીધે હવે મોટા ભાગે બળદ રાખવામાં આવતા નથી. જેથી ટ્રેક્ટર મારફત જ કામગીરી થતી હોય છે. પરંતુ ડીઝલના વધતા ભાવથી ખેડુતોને આર્થિક માર પડ્યો છે. જેથી હવે ફરી ખેતી માટે બળદનો ઉપયોગ થવા લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...