રેસ્ક્યુ:માળિયાનાં જંગર ગામમાં 17 વર્ષની કન્યાનાં લગ્ન અટકાવ્યાં

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાંદરખીમાં જાન ઉપર પોલીસની પહેરાદારી મૂકી દેવાયો

માળિયા હાટિનાનાં જંગર ગામમાં 17 વર્ષની છોકરીનાં લગ્નની તૈયારી ચાલતી હતી. શનિવારનાં મંડપ રોપણ હતું. છોકરીની ઉંમર નાની હોવાની માહિતી બાળ લગ્ન અધિકારી નયનાબેન પુરોહિત, જિલ્લા બાળ સુરક્ષા એકમનાં કિરણબેનને મળતા ટીમ જંગર પહોચી ગઇ હતી. લગ્નની તમામ તૈયારી થઇ ગઇ હતી. પરંતુ છોકરીની ઉંમર નાની હોય લગ્ન થાય તે પહેલા જ અટકાવી દીધા હતાં. આ ઉપરાંત વંથલીનાં નાંદરખીથી જાન જંગર જવાની હતી. લગ્ન અટકાવ્યા બાદ ફરી લગ્ન ન થાય તે માટે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં અહીં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેથી કરીને જાન જઇ શકે નહી.

અન્ય સમાચારો પણ છે...