જામીન અરજી ફગાવી:વ્યાજની ઉઘરાણીમાં મરવા મજબૂર કરનાર મનપા કર્મીને આગોતરા ન મળ્યા

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીજા એક આરોપીને મળેલા જામીનની દલીલ રજૂ કરી

જૂનાગઢ મનપામાં ફરજ બજાવતા એક કર્મચારી સહિતના લોકો સામે વ્યાજની ઉઘરાણીમાં દેણદારને મરવા મજબૂર કર્યા સહિતનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલી એક મહિલાને આગોતરા જામીન મળી ગયા હતા. જ્યારે મનપાના કર્મચારીની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

જૂનાગઢ મનપામાં ફરજ બજાવતા સુરેશભાઇ ભગુભાઇ વાંદા (ઉ. 38) સામે મની લોન્ડરીંગ એક્ટ તેમજ મરવા મજબૂર કર્યાની કલમો હેઠળ સી ડિવીઝન પોલીસમા ગુનો નોંધાયો હતો. જેમાં તેણે આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં એવી દલીલ કરી હતી કે, આ ગુનામાં સંડોવાયેલી મહિલા અલ્કાબેન મગનભાઇ પુરોહિતને મહિલા હોવાના નાતે વચગાળાના જામીન મળી ગયા છે.

જ્યારે પોતાને તો આ કેસમાં ખોટી રીતે ફસાવી દેવાયો છે. આની સામે જિલ્લા સરકારી વકીલ નિરવ પુરોહિતે એવી દલીલ કરી હતી કે, આ કેસની તપાસ હજુ પેન્ડિંગ છે. જો આરોપીને આગોતરા જામીન અપાય તો તે તપાસને નુકસાન કરશે. આથી ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રોહન ચુડાવાલાએ આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...