સુવિધા:NRI યુવાને બનાવેલી મેનેજમેન્ટ લર્નીંગ સીસ્ટમ હવે જૂનાગઢમાં

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢની એન. આર. વેકરિયા મેનેજમેન્ટ કોલેજમાં નવી અભ્યાસ પદ્ધતિનું કેન્દ્ર

બોહેમિયન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા પેપીરસ લર્નિંગ મેનેજમેન્ટ સીસ્ટમ (એલએમએસ) નો પ્રોગ્રામ ભારતની શૈક્ષણિક પદ્ધતિ તથા ભારતની શિક્ષણ પદ્ધતિમાં આવતા પ્રશ્નોને ધ્યાનમાં રાખી પ્રથિત ત્રિવેદીએ એક કાર્યક્રમ બનાવ્યો હતો. આ યુવાન અમેરીકા ખાતે ટેમ્પલ યુનિવર્સિટી ફિલાડેલ્ફિયામાં અભ્યાસ કરતો હતો અને કોરોના મહામારીને કારણે ચાલુ અભ્યાસે ભારત પરત આવવું પડ્યું. તેણે જોયું કે છેલ્લા લગભગ સવા વર્ષથી બાળકોના અભ્યાસ ઉપર ખૂબ જ ઊંધી અસર પડી રહી છે.

આથી તેણે ભારતની શૈક્ષણિક સંસ્થાઓ તથા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ભારતિય અભિગમથી આ દરમિયાન મેનેજમેન્ટ સીસ્ટમનો કાર્યક્રમ બનાવ્યો. જૂનાગઢમાં આ કાર્યક્રમ માટેનું સૌપ્રથમ સેન્ટર રખાયું છે. નાનજીભાઈ વેકરિયા પોતે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ અનુભવી અને વર્ષોથી શિક્ષણ સાથે સંકળાયેલા છે. અને એમનો અભિગમ હંમેશાં ખુબ જ ઉમદા રહ્યો છે.

બાળકોના અને શિક્ષણના ભવિષ્ય માટે ભારતના વિદ્યાર્થીઓ અને શિક્ષણ સંસ્થાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને લર્નીંગ મેનેજમેન્ટ સીસ્ટમ બનાવાઇ છે. નાનજીભાઇ વેકરિયાએ ખુબ જ સપોર્ટ કર્યો છે. એટલે જ સંસ્થા, લર્નીંગ મેનેજમેન્ટ સીસ્ટમનો સૌથી પહેલો કોન્ટ્રાક્ટ પણ એન. આર. વેકરિયા ઇન્સ્ટિટ્યૂટ સાથે કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...