કાર્યવાહી:ટ્રક, ઇકોની ચોરી કરનાર શખ્સ જોષીપરામાંથી ઇકો સાથે ઝડપાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ એલસીબીએ ઉત્તરપ્રદેશના સિંકદરાબાદ તેમજ બગોદરા પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીને જોષીપરા ગરનાળા પાસેથી ચોરાઉ ઇકો કાર સાથે ઝડપી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન અમદાવાદની અમરાઇવાડી પોલીસે જાણ કરી કે, અમરાઇવાડીમાં ચોરી કરી નાસતો ફરતો શખ્સ બદરૂદીન ઉર્ફે અનવર મયુદીન સૈયદ જૂનાગઢ જિલ્લામાં રહી ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે. શખ્સે ટ્રક, ઇકો કાર વગેરેની ચોરી કરી છે.

બાદમાં એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે ગઢવી, ડી.કે.ઝાલા અને સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન આરોપી માંગરોળ રહેતો હોવાનું તેમજ જીજે 10 ડીએ 7831 નંબરની ઇકો ગાડી લઇ જૂનાગઢના ગાંધીચોકથી રાજકોટ જવાનો હોવાની બાતમી મળી હતી. બાદમાં તેને જોષીપરા ગરનાળા પાસેથી ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં આરોપી સામે કુલ 18 ગુના નોંધાયા હોવાનું જણાયું છે.જ્યારે 5 ગુન્હામાં પકડવાનો બાકી છેે. હાલ આરોપીની અટક કરી આગળની કાર્યવાહી માટે બી ડિવીઝન પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...