તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:હોટેલમાંથી 15,000ની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 9,870 રોકડા કબ્જે કર્યા

જૂનાગઢની હોટેલમાં ચોરી કરનાર શખ્સને બી ડિવીઝન પોલીસે ઝડપી લઇ તેની પાસેથી રોકડા 9,870 રૂપિયા કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મારૂતી હોટેલના કાઉન્ટરમાંથી એક અજાણ્યા શખ્સે 15,000ની ચોરી કરી હોવાની હીરાનંદ પરમાનંદ હરવાણીએ બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન ચોરીના ગુનાના આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બી ડિવીઝન પીઆઇ એન. આઇ.રાઠોડ અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સીસીટીવી કેમેરામાં 1 શખ્સ રૂપિયાની ચોરી કરતો નજરે પડ્યો હતો અને આ શખ્સ ગાંધીચોકમાં ભિક્ષાવૃત્તી કરતો હોવાની પોલીસ કોન્સ્ટેબલ વી.બી. ચુડાસમાને બાતમી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...