કાર્યવાહી:જુગારનો અડ્ડો ચલાવનાર શખ્સ પાસામાં જેલ હવાલે

જૂનાગઢ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી હતી

જૂનાગઢ એલસીબીએ મેખડી ગામમાં જુગારનો અડ્ડો ચલાવનાર શખ્સને પકડી પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જુગારની ગેરરીતીને નાબુદ કરવા રેન્જ આઇજીપી મયંકસિંહ ચાવડા, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન તથા જુગાર નાબુદ કરવા ઝુબેશ હાથ ધરાઇ હતી.

તે દરમિયાન એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.જે. પટેલ, પીએસઆઇ જે.જે. ગઢવી, ડી.કે. ઝાલા તપાસમાં હતા. પો.સબ.ઇન્સ ડી.કે.ઝાલા તથા એએસઆઇ નિકુમ અને તેમની ટીમને બાતમી મળી કે, પાસા વોરન્ટ આરોપી વડાલ બાયપાસ થઇ મેખડી ગામે જુગારનો અડ્ડો ચલાવે છે. આ ગુનામાં નાથાભાઇ માંડાભાઇ ઓડેદરા નામના આરોપીની અટક કરી તેની વિરૂધ્ધ પાસા દાખલ કરાયા હતા. અને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...