તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હરણના શિકાર કરતા હોવાની બાતમી આપનારને બે શખ્સોએ માર માર્યો

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઇ

વંથલી તાલુકાના ઝાંપોદડના બે શખ્સોએ હરણનો શિકાર કર્યો હતો. એ માટેના હથિયારો સાથે બંનેને પોલીસે ઝડપી લીધા હતા. આ અંગેની બાતમી આપી હોવાની શંકાના આધારે બંનેએ એક યુવાનને માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.વંથલી તાલુકાના ઝાંપોદડ ગામના ભીખો અને હંંડલો નામના શખ્સોને પોલીસે હથિયારો સાથે ઝડપી લીધા હતા.

તેઓ હરણનો શિકાર કરતા હોવાનું માલુમ પડ્યું હતું. આથી એ બાતમી સાંતલપુર ધારના અબ્દુલભાઇ હુસેનભાઇ લાડકે આપી હોવાનું મનદુ:ખ રાખી બંનેએ તેમના પર રવની ગામે માર માર્યો હતો. બનાવ અંગે અબ્દુલભાઇએ બંને સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સટેબલ ડી. એમ. બેરિયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...