તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જામનગરની સગીરાને ભગાડી જનાર શખ્સ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

જૂનાગઢ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આરોપીને ખડીયા રોડ પરથી રાત્રીના પકડી પાડ્યો

જામનગર વિસ્તારની સગીરાને ભગાડી જનાર શખ્સને ચોરાઉ બાઇક સાથે ખડીયા નજીકથી ઝડપી લઇ તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં મેંદરડા પીએસઆઇ કે. એમ. મોરી અને સ્ટાફે મેંદરડા જલીયાણ ચોકડી પર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન ખડીયા રોડ પરથી રાત્રીના 1:45 વાગ્યે નંબર પ્લેટ વગરની બાઇક શંકાસ્પદ રીતે પસાર થતા તેેને રોકી તલાશી લેવાઇ હતી.

તલાશી દરમિયાન ડબલ સવારીમાં બેઠેલા બન્નેની પુછપરછ હાથ ધરાઇ હતી. પુછપરછમાં બાઇક ચાલક જૂનાગઢના હનુમાન પરાના રણજીત ઉર્ફે ભુટો લાલભાઇ વડોદરીયાએ સગીરાને જામનગરના ધુડશીયા ગામથી ભગાડી લાવ્યાનું કબુલ્યું હતું. વધુ પુછપરછમાં બાઇક પણ ચોરાઉ હોવાનું જણાતા તેને કબ્જે કરાયું છે. બાદમાં આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો