તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મેઇન રોડ 2.5 ફૂટ ઉતારીને બનાવ્યો, ગલીઓ બાકી રાખી, વોર્ડ નંબર 11 ની ગોકુલનગર સોસાયટીની સમસ્યા, ગલીના લોકોને પાણી નિકાલ સહિતની થશે સમસ્યા

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 11 માં રોડના કામમાં બેદરકારી દાખવવામાં આવતા અનેક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આ અંગે વોર્ડ નંબર 11ના સ્થાનિક રહેવાસી તુષારભાઇ સોજીત્રાએ મનપાના કમિશ્નર તુષાર સુમેરાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, અહિંની લોઢીયા વાડી પાછળની ગોકુલનગર સોસાયટીમાં મેઇન રોડ બનાવવામાં આવી રહ્યો છે. ટેન્ડરની શરતો મુજબ 2.5 ફૂટ ખોદીને રોડ બનાવાઇ રહ્યો છે.

જ્યારે આ રોડ સાથે જોડાયેલી 4 ગલીમાંથી 3 ગલીને કામમાંથી બાકાત રાખી દેવામાં આવી છે. જેના કારણે નવો રોડ બન્યા બાદ બાકીની 3 ગલી અને નવા રોડ વચ્ચે 2.5 ફૂટનું સ્ટેપ(પગથિયા) જેવું થઇ જશે. પરિણામે આ 3 ગલીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેમજ ચોમાસામાં પાણી નિકાલ સહિતની સમસ્યા ઉભી થશે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...