તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઉપરકોટના રામજી મંદિરના મહંત સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરાયું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિર પાસે ધાર્મિક સ્થાન બનાવવાની ચેષ્ટા બાદ
  • ભવિષ્યમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે પગલાં લેવા માંગ

ઉપરકોટના રામજી મંદિરના મહંત સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરવા અંગે આવેદન આપી રજૂઆત કરાઇ છે. આ અંગે શ્રી વૈષ્ણવ વિરક્ત ગિરનાર મંડળના નેજા હેઠળ જિલ્લા કલેકટરને સંબોધી આવેદન અપાયું છે. આવેદનમાં જણાવાયું છે કે, ઉપરકોટના રામજી મંદિરની પાસે જ એક ખંઢેર આવેલું છે તેને કેટલાક લોકોએ તોડી પાડી તેમાં ધાર્મિક સ્થાન ફેરવવાની પેરવી થઇ રહી છે.

દરમિયાન 14 જૂનના રોજ રામજી મંદિરના મહંત શ્રેયાંશદાસજી બાપુ સાથે કેટલાક લોકોએ ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરવા સાથેે અમાનવીય શબ્દોનો પ્રયોગ કરી તેને અપમાનિત કર્યા છે. ત્યારે ભવિષ્યમાં શાંતિ સુલેહ જળવાઇ રહે તે માટે આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...