દુષ્કર્મ:ભેંસાણમાં લીવ ઇનમાં રહેતી યુવતી પર પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભેંસાણના પરબ રોડ પર રહેતી એક યુવતીએ ભાટગામના એક શખ્સ સાથે મૈત્રી કરાર કર્યો હતો. દરમ્યાન થોડા દિવસ પહેલાં તેના પ્રેમીએ ફોન પર ઘરની બહાર બોલાવી બાઇક પર બેસાડીને બીજા સ્થળે લઇ ગયો હતો જ્યાં તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે યુવતીએ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે.

ભેંસાણના પરબ રોડ પર રહેતી એક 26 વર્ષિય યુવતીએ ભાટગામના જયદીપ વિરજીભાઇ પરમાર સાથે મૈત્રી કરાર કર્યા હતા. દરમ્યાન ગત તા. 6 જુનના રોજ રાત્રે અઢી વાગ્યે જયદીપે તેને ફોન કરી ગાળો દઇ ધમકી આપીને ઘરની બહાર બોલાવી હતી. અને બાદમાં બાઇક પર બેસાડી તેનું અપહરણ કરી ગયો હતો. અને એક સ્થળે લઇ જઇ અવારનવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આથી યુવતીએ જયદીપ સામે ભેંસાણ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...