તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:માંગનાથ રોડ પર રાત્રીના 3 વાગ્યે દુકાનના તાળા તૂટ્યા

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ પણ પોલીસ પકડથી દૂર

જૂનાગઢ શહેરના માંગનાથ રોડ પરની દુકાનમાં તસ્કરે રાત્રીના 3 વાગ્યે તાળા તોડી 200 રૂપિયાની ચોરી કરી હતી. અહિંયા રાત્રીના ચોરીની તો દિવસે લુંટ સહિતની અનેક ઘટનાઓ બનતી હોય પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ કરાઇ છે. આ અંગે માંગનાથ રોડ ક્લોથ એન્ડ રેડીમેડ એસોસિએશનના ઉપપ્રમુખ હિતેભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, તસ્કર શહેરના કાળવા ચોક તરફથી માંગનાથ રોડ પર આવ્યો હતો. પછી ચોરીનો મેળ ન પડતા ફરી પાછો કાળવા ચોક તરફ આવ્યો.

બાદમાં કોશ લઇને ફરી આવી દુકાનનું શટર તોડી દુકાન ખોલી ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જોકે, હાલ કોરોનાના કારણે મંદી હોય વેપાર થતો ન હોય ગલ્લામાં પડેલા માત્ર 200 રૂપિયાની જ ચોરી થઇ હતી. દરમિયાન માંગનાથ રોડ પર અવાર નવાર રાત્રીના ચોરી થઇ છે. જ્યારે દિવસે માથાભારે તત્વો આવી માલ કઢાવી બાદમાં બિલ ચૂકવવાના બદલે હથિયાર બતાવી માલ લઇને જતા રહે છે. ખરીદી માટે આવેલા ગ્રાહકોના પર્સ ઝુંટવીને જતા રહે છે. દિવાળીથી આજ સુધીમાં આવી 25 ઘટના બની છે. ત્યારે આ મામલે પોલીસ પેટ્રોલીંગ વધારે તેવી હિતેશભાઇ સંઘવીએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...