તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોચક:જંગલના રાજા સિંહે રસ્‍તા પર બેસી આરામથી મિજબાની માણી, રોચક ર્દશ્‍યો રાહદારીએ કેમેરામાં કેદ કર્યા

વેરાવળ11 દિવસ પહેલા
 • એક તરફ સિંહની રસ્‍તા પર બેસી મિજબાની, બીજી તરફ રસ્‍તાની સાઇડમાંથી વાહનો કતારબંઘ લાઇન

ગીર સોમનાથ જીલ્‍લાના તાલાલા પંગકના માઘુપુર ગીર ગામની પાદરમાંથી રસ્‍તા પર બેસી આરામથી મિજબાની માણતા જંગલના રાજા સિંહના રોચક ર્દશ્‍યો સામે આવ્‍યા છે. એક તરફ સિંહ રસ્‍તા પર બેસી મિજબાની માણી રહ્યો છે તો બીજી તરફ રસ્‍તાની સાઇડમાંથી વાહનો કતારબંઘ લાઇનમાંથી પસાર થઇ રહ્યા હતા. આ તમામ ર્દશ્‍યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગીર જંગલના રાજા સિંહો ખોરાકની શોધમાં વારંવાર માનવ વસતિવાળા વિસ્‍તારોમાં ચડી આવતા જોવા મળે છે. આ જ વાતની પુષ્‍ટી આપતી એક ઘટના જીલ્‍લાના તાલાલા પંથકના ગીર જંગલની નજીકના એક ગામમાંથી સામે આવ્‍યા છે. જેની વાત કરીએ તો તાજેતરમાં સમી સાંજના સમયે તાલાલા પંથકના માઘુપુર ગીર ગામના પાદરમાંથી પસાર થતા રસ્‍તા પર સિંહે એક પશુનું મારણ કર્યુ હતુ. ત્‍યાં જ રસ્‍તા પર એક સાઇડમાં બેસી સિંહએ મારણ કરેલા પશુની આરામથી મિજબાની માણી હતી.

તે સમયે રસ્‍તા પર વાહનોની કતાર લાગેલ હતી. જો કે, રસ્‍તા પર બેસી સિંહ આરામથી મીજબાની માણી રહેલ તે સમયે ધીમે ધીમે એક પછી એક વાહનો સાઇડમાંથી પસાર થઇ રહયા હતા. આ સમયે કોઈએ સિંહને પરેશાન ન કરતાં આરામથી રસ્તા વચ્ચે બેસી પેટ ભરી ભોજન કર્યા પછી સિંહ જંગલ તરફ રવાના થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ત્‍યાંથી પસાર થતા કોઇ રાહદારી ચાલકએ કેમેરામાં કેદ કરી લીધી હતી.

રસ્‍તા પર બેસી મિજબાની માણતા જંગલના રાજા સિંહના કેદ કરાયેલ ર્દશ્‍યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલ વીડિયો બેએક દિવસ જુનો હોવાનું જાણવા મળી રહેલ છે. જે રસ્‍તા પર સિંહ મિજબાની માણતો નજરે પડેલ તે રસ્‍તો ગ્રામ્‍ય પંથકના ગામડાઓને જોડતો હોવાથી વાહનોની દિવસભર અવર-જવર રહે છે. આ સમયે પસાર થયેલા વાહન ચાલકોને સિંહ દર્શનના રોચક ર્દશ્‍યોનો મફતમાં લ્‍હાવો મળયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો