સિંહે વાનરનો શિકાર કર્યો:ગીર અભ્યારણ્યમાં વાનરની મસ્તીથી સિંહ ગુસ્સે ભરાયો, પંજો મારી વાનરને પાડી દીધો

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીર અભ્યારણ્યના કમલેશ્વર ડેમ જવાના રસ્તા પર ઘટના બની

ગીર જંગલમાં એક અદભુત ઘટના જોવા મળી હતી. સામાન્ય રીતે વાનર પર સિંહ હુમલો કરતો નથી. પરંતુ, વાનરોના એક ગ્રુપે સિંહને ખલેલ પહોંચાડતા ગુસ્સે ભરાયેલા સિંહે એક પંજો મારી વાનરનો શિકાર કર્યો હતો. સિંહ વાનરના મૃતદેહને 500 મીટર દૂર લઈ ગયો હતો. આ વીડિયો સાસણના ટ્રેકરે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

સિંહ ભલે જંગલનો રાજા ગણાતો હોય પણ તે વાનરનો શિકાર આસાનીથી કરી શકતો નથી. પરંતુ, ગીર જંગલમાં કમલેશ્વર ડેમ જવાના રસ્તા પર એક સિંહે વાનરનો શિકાર કર્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. વાનરોના ટોળાએ સિંહને ખલેલ પહોંચાડતા ગુસ્સે ભરાયેલા સિંહે પંજો મારી વાનરને મોતને ઘાટ ઉતાર્યો હતો. શિકાર કર્યા બાદ સિંહ પોતાના મોઢામાં વાનરના મૃતદેહને લઈ 500 મીટર દૂર મૂકી આવ્યો હતો અને પોતાના રસ્તે ચાલતો થયો હતો. આ સમગ્ર ઘટના સાસણના ટ્રેકર રહીમ બ્લોચે તેના મોબાઈલમાં કેદ કરી હતી. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...