તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વનવિભાગ ક્યારે પગલા લેશે?:જંગલમાં શિકાર કરતી 38 શખ્સની ગેંગે સિંહબાળને પકડ્યું હતું, આ મામલે તમામને પકડી લેવાયા, છતાં કેમ કોઈ કાર્યવાહી થતી નથી?

જૂનાગઢ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જંગલમાં શિકાર કરતી 38 શખ્સની ગેંગ ઝડપાઇ છતાં વન તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે
 • આરોપીઓ સિંહ પકડવા નોતા આવ્યા એટલે અધિકારીની બેદરકારી સાબિત ન થઇ

સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે સિંહણે પોતાના બચ્ચાંને પકડનાર પર હુમલો કરવા સાથે વનવિભાગની પોલ પણ છતી થઇ ગઇ છે. હજુ સુધી વનવિભાગના એકપણ જવાબદાર સામે પગલાં લેવાયા નથી. ફક્ત રેડ એલર્ટ જેવી કામચલાઉ કામગિરી કરવામાં આવી છે. સુત્રાપાડા તાલુકાના ખાંભાના રેવન્યુ વિસ્તારમાં સિંહની અવરજવર છે.

બેદરકારીને કારણે કાંડ થયો
વનવિભાગના દાવા મુજબ શિકારી ગેંગ સિંહનો શિકાર કરવા નોતી આવી. માની લીધું, પણ સિંહબાળ તો ફાંસલામાં સપડાયું જ હતું ને? એ કેમ ભૂલી જવાય છે? ફાંસલામાં ફસાવા છત્તાં વનવિભાગને તો એ છેક તાલાલા સારવાર માટે ગયા ત્યારે ખબર પડી. પછી સફાળું જાગ્યું અને રેડ એલર્ટ ઘોષિત થયું. રેડ એલર્ટ તો કામચલાઉ સ્થિતી છે. કાયમી પગલાં શું? જે કામ થવું જોઇએ એ નથી થયું એટલેજ આ કાંડ થયો.

વનવિભાગ શિકારીઓને ઓળખી શક્યું નહીં
સામાન્ય માણસો પર રોફ રૂઆબ છાંટતું વનતંત્ર શિકારીઓને ન ઓળખી શક્યું. અમુક રકમથી વધુ દારૂ પકડાય તો જેતે બીટના જમાદાર કે પીએસઆઇને તાકીદે સસ્પેન્ડ કરાય છે.પણ શિકારી પકડાય તો વનવિભાગમાં જેતે વિસ્તારમાં કોઇની જવાબદારી બને કે નહીં? નાનો હોય કે મોટો, ગુનો એ ગુનો. સામાન્ય માણસોને દંડ ફટકારાય તો શિકારીઓ મહિનાઓથી રેકી કરે અને વનવિભાગને કાંઇ ખબર ન પડે એને બેદરકારી ગણવાની કે નહીં ? ફરજમાં બેદરકારી દાખવવા બદલ કોઇ સામે પગલાં હજુ સુધી વનવિભાગે નથી લીધા. કોઇ પ્રકારની ખાતાકિય ઇન્કવાયરી હજુ સુધી શરૂ નથી થઇ એમ ખુદ વન્યપ્રાણી વિભાગના સર્વોચ્ચ અધિકારીનું કહેવું છે. આને શું સમજવાનું ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો