તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન્ય પ્રાણી:સિંહણ પાડરડાને મુખમાં લઈ જાય તે પહેલાં આધેડે લાકડીથી ભગાડી

જૂનાગઢ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુકસવાડામાં વન્ય પ્રાણીઓના ધામા,ખેડૂતો વાડીએ જઈ શકતા નથી

માળીયાહાટીના પંથકના કુકસવાડા ગામે વન્ય પ્રાણીઓએ ધામા નાખ્યા છે અને પશુઓ પર થતા હુમલાને લઈ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યોં છે. ત્યારે કુકસવાડા ગામે રાત્રીના સમયે એક સિંહણ આવી ચઢી હતી અને એક પાડરડાનું ગળુ પકડી લઈ જતી હતી જો કે બાજુમાં સુતેલા એક આધેડ હિંમત કરી લાકડી વડે આ સિંહણને ભગાડી મૂકી હતી. માળીયા પંથકના કુકસવાડા ગામે રહેતા હીરાભાઈ પાંચાભાઈ પંડિત રાત્રીના સમયે વાડીએ રખોપં કરવા જતાં હોય ત્યારે જ રાત્રીના 12.30 વાગ્યાની આસપાસ એક સિંહણ આવી પહોંચી હતી અને વાડીમાં બાંધેલ પાડરડાને મુખમાં લઇ ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો જો કે હીરાભાઈ જાગી જતા તેમણે લાકડી વડે સિંહણને ભગાડી મૂકી હતી.બાદમાં આ પશુને સારવાર અર્થે લઈ જવામાં આવતા તેમનો જીવ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો