તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના કેસમાં સતત ઘટાડો:કોરોના ટેસ્ટીંગ સેન્ટર પર લોકોની લાઇન ઘટી ,રોજનાં 200 ટેસ્ટ,જે પહેલા 3800 થતા

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીંબાવાડી આરોગ્ય કેન્દ્રમાં આવેલુ કોરોના ટેસ્ટીંગ સેન્ટર હાલ ખાલી જોવા મળી રહ્યું છે પહેલા અહીં ભીડ રહેતી હતી. હવે દિવસના 20 જેટલા લોકો ટેસ્ટીંગ માટે આવે છે. - Divya Bhaskar
ટીંબાવાડી આરોગ્ય કેન્દ્રમાં આવેલુ કોરોના ટેસ્ટીંગ સેન્ટર હાલ ખાલી જોવા મળી રહ્યું છે પહેલા અહીં ભીડ રહેતી હતી. હવે દિવસના 20 જેટલા લોકો ટેસ્ટીંગ માટે આવે છે.
  • એક સપ્તાહમાં જૂનાગઢ શહેરમાં કોરોનાનાં કેસ ઘટી 18 થયા

જૂનાગઢ શહેરમાં કોરોનાનાં કેસ ઘટી રહ્યાં છે. એક સપ્તાહમાં કોરોનાનાં કેસમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. શહેરમાં 25 મેનાં કોરોનાનાં 202 કેસ હતા. બાદ કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. એક સપ્તાહ બાદ કેસ ઘટીને 18 થઇ ગયા છે. આ ઉપરાંત શહેરમાં મહાનગર પાલીકા દ્વારા 24 સ્થળ ઉપર ટેસ્ટીંગ કરવામાં આવે છે. પહેલા અહીં રોજનાં 3800 થી વધુ ટેસ્ટીંગ થતુ હતું . હવે ઘટીને 200 જેટલા થઇ ગયું છે. કોરોનાનાં ટેસ્ટીંગ સેન્ટર પર લાઇન પણ ઘટી ગઇ છે.

હજુ કોઇ સેન્ટર બંધ કરવામાં આવ્યું નથી: કમિશ્નર
શહેરમાં તમામ સેન્ટર ચાલું છે. હજુ બંધ કરવામાં આવ્યાં નથી. ટેસ્ટીંગ માટે આવતા લોકોમાં ઘટાડો થયો છે. દિવસ દરમિયાન કોઇ સેન્ટર પર લોકો ન આવે તો ત્યાંનાં સ્ટાફને અન્ય સેન્ટર મોકલી આપીએ છીએ. તુષાર સુમેરા, કમિશ્નર

7 દિવસમાં કોરોનાનાં કેસ 202 થી ઘટી 18 થયા, મોત એક પણ નહીં

તારીખકેસડિસ્ચાર્જમોત
25 મે2022900
26 મે1131750
27 મે97970
28 મે691500
29 મે421330
30 મે351280
31 મે181310
અન્ય સમાચારો પણ છે...