તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકુલ નિર્માણ:1.5 કરોડના ખર્ચે બનનાર લેઉવા પટેલ સમાજનું ભૂમિ પૂજન કરાયું

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસાવદરના સુખપુર ગામમાં સંકુલ નિર્માણ પામશે
  • દાતાઓએ 70 લાખથી વધુની રકમનું દાન આપ્યું

વિસાવદર તાલુકાના સુખપુર ગામે નિર્માણાધિન લેઉવા પટેલ સમાજ ભવનનું ભૂમિપૂજન કરાયું છે. આ અંગે સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, કુલ 1.5 કરોડના ખર્ચે આ સંકુલ નિર્માણ પામશે.

સમાજ ભવનને કુંવરબેન રામજીભાઇ રામાણી નામકરણ કરાયું છે. ભવનના નિર્માણ માટે પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ રામાણી દ્વારા 21 લાખનું દાન અપાયું હોય તેમના હાથે ભૂમિપૂજન કરાયું છે. આ ઉપરાંત અનેક દાતાઓએ દાનની સરવાણી વહેવડાવતા ભૂમિ પૂજન પ્રસંગે જ 70 લાખથી વધુનું દાન એકત્રિત થયું છે. આ ભવનના નિર્માણની સાથે ટ્રસ્ટ દ્વારા કોરોનામાં આરોગ્યની સેવા તેમજ બાળકો, યુવાનો માટે શિક્ષણનું પણ સિંચન કરવામાં આવશે.આ તકે સમાજ ભવન માટે 7 ટ્રસ્ટીઓની વરણી કરાઇ છે તેમજ નવા 8 આગેવાનોને ટ્રસ્ટી બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...