તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ખોરાસા વેંકટેશ દેવસ્થાનની જમીન હવે ટ્રસ્ટના વહીવટકર્તાની

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડે. કલેક્ટરની સુચનાથી વંથલી મામલતદારે ખાતેદારનો સુધારો કર્યો

ખોરાસાના વેંકટેશ દેવસ્થાનના ટ્રસ્ટનું નામ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખોરાસા છે. પરંતુ મંદિરની સર્વે નં. 67, 71, 123, 126, 127, 410 અને 411 ની ખેતીની જમીન પહેલાં શ્રી સ્વામી શ્યામનારાયણ આચાર્ય ગુરૂદેવકૃષ્ણાચાર્યના નામે ચાલતી હતી. જે પ્રવિણભાઇ વાલાભાઇ ચાવડાની અરજીના અનુસંધાને એ જમીનમાં ખાતેદાર તરીકે ચાલતું નામ કમી કરી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખોરાસા રજી. ટ્રસ્ટ નં. એ-1482 દાખલ કરવાનો હુકમ કરાયો હતો.

તેની સામે નારાજ થઇ સ્વામી શ્યામનારાયણ આચાર્યે વંથલી ડેપ્યુટી કલેક્ટરમાં અપીલ કરી હતી. જેમાં નવેસરથી નિર્ણય કરવા મામલતદારને સુચના અપાઇ હતી. આથી ખાતેદારના નામ તરીકે તેમાં મંદિરના વહીવટદાર કે ટ્રસ્ટી શબ્દ દાખલ કરવાનો મામલતદારે હુકમ કર્યો હતો. આમ હવે એ જમીનમાં ખાતેદાર તરીકે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખોરાસા રજી. ટ્રસ્ટ નં. એ-1482 વહીવટકર્તાનું નામ લખાશે. આ હુકમ મંદિરનાં ટ્રસ્ટીઓનો સ્વામી શ્યામનારાયણ આચાર્ય સામેનો વિજય હોવાની પણ ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...