ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:જૂનાગઢના ભારતી આશ્રમની સનાથલ વાળી જે જમીન માટે વિવાદ છે એ વેચી કે ગીરવે મૂકી શકાય એમ જ નથી

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારતી આશ્રમ -  ફાઈલ તસવીર - Divya Bhaskar
ભારતી આશ્રમ - ફાઈલ તસવીર
  • જૂના અખાડાનાં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીના કથિત વીલને લઇને ઉભા થતા સવાલો
  • વિશ્વંભર ભારતીજીએ તમામ આશ્રમોની સ્થાવર-જંગમ સંપત્તિને લઇ વીલ કર્યું છે

જૂના અખાડાના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીના બ્રહ્મલીન થયા બાદ તાજેતરમાંજ તેમના શિષ્ય મહામંડલેશ્વર હરિહરાનંદભારતીજી ગુમ થયા અને બાદમાં મળી આવ્યાની ઘટનાને પગલે સરખેજ આશ્રમમાં રહેતા તેમના શિષ્ય ઋષિભારતીજી સાથે સનાથળની રૂ. 150 કરોડની જમીનને લઇને ડખ્ખો સામે આવ્યો. જોકે, આ જમીનને લઇને એક રસપ્રદ વાત બહાર આવી છે.

જમીનની કિંમત અંદાજે 150 કરોડ રૂપિયા આંકવામાં આવી
સનાથળની જે 20 વીઘા જમીનની કિંમત અંદાજે 150 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે એ જમીન કોઇને વેચીજ શકાય એમ નથી. આ જમીનની ચારેય તરફ રસ્તા છે. એટલે આખી જમીન રોડટચ છે. મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીએ પોતાના તા. 16 નવેમ્બર 2019 ના રોજ કરેલા વીલમાં એમ સ્પષ્ટપણે જણાવ્યું છેકે, પોતાના આશ્રમોના આજીવન મેનેજીંગ ટ્રસ્ટી તરીકે પોતાના પછી નિયુક્ત કરેલા પોતાના ઉત્તરાધિકારી આજીવન મેનેજીંગ ટ્રસ્ટી તરીકે હોદ્દાની રૂએ ટ્રસ્ટ કે સંસ્થાની સ્થાવર મિલકત બીજા કોઇપણ ટ્રસ્ટને વેચાણ આપી શકશે નહીં, ટ્રાન્સફર કરી શકશે નહીં.એટલુંજ નહીં ફીક્સ ડીપોઝીટની જે રકમ મૂકી છે એ મુદ્દત પૂરી થયે ફરીથી રીન્યુ કરાવવાની રહેશે.

ઉત્તરાધિકારી ક્યારેય આ રકમ ઉપાડી કે વાપરી નહીં શશે ​​​​​​​
​​​​​​​
આ રકમ પોતાના ઉત્તરાધિકારી ક્યારેય ઉપાડી કે વાપરી શકશે નહીં. ફીક્સની રકમનું ફક્ત વ્યાજ મળે એ રકમ ઉત્તરાધિકારી સંસ્થાના વહીવટ માટે ઉપયોગ કરી શકશે. વળી આવી રકમ ઉપર કોઇપણ સંસ્થા કે બેંકમાં તારણમાં મૂકી લોન મેળવી નહીં શકે. મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીએ પોતાના 4 આશ્રમોના વીલ બનાવ્યા છે. એ બધાના ટ્રસ્ટ જુદા જુદા છે.

સરખેજના લઘુ મહંત તરીકે મહાદેવ ભારતીજી
ઋષિભારતીજી હાલ જ્યાં રહે છે એ સરખેજ આશ્રમના મહંત તરીકે વિશ્વંભર ભારતીજીએ પોતાના ઉત્તરાધિકારી હરિહરાનંદ ભારતીજી અને લઘુમહંત તરીકે મહાદેવ ભારતીજીની નિમણૂંક કરી છે. જોકે, ઋષિભારતીજી હાલ સરખેજ આશ્રમના 11 પૈકીના એક ટ્રસ્ટી છે ખરા.

અગાઉના 3 વીલ રદ કર્યા
મહામંડલેશ્વર વિશ્વંભરભારતીજીએ તા. 3 જુલાઇ 2010, 8 એપ્રિલ 2011 અને 9 જુન 2017 ના રોજ એમ ત્રણ વખત જૂનાગઢની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાવ્યા હતા. અને છેલ્લે તા. 16 નવે. 2019 ના રોજ અંતિમ વીલ કરી અગાઉના બધા વીલ અને સપ્લીમેન્ટરી રદ કર્યા હતા.​​​​​​​

વિશ્વંભર ભારતીજીને 3 અને હરિહરાનંદભારતીજીને 11 શિષ્યો
બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીને હરિહરાનંદજી, કલ્યાણાનંદજી અને પૂર્ણાનંદજી એમ 3 શિષ્યો છે. જ્યારે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજીને 11 શિષ્યો છે. એ પૈકીના એક ઋષિભારતીજી પણ છે.

ભારતીબાપુ વીલ સબ રજીસ્ટ્રારમાંજ નોંધાવતા
ભારતી આશ્રમનાં અંતરંગ વર્તુળોના કહેવા મુજબ, વિશ્વંભરભારતીજી કાયદાકીય બાબતોમાં એટલા ચોક્કસ હતા કે, ચારેય વીલ તેમણે ફક્ત જૂનાગઢ સબ રજીસ્ટ્રાર કચેરીમાંજ નોંધાવ્યા છે. જ્યારે ઋષિભારતીજીએ રજૂ કરેલું વીલ રાજકોટના એક નોટરી પાસે નોંધાવ્યું છે. વળી એ હાથેથી લખેલું છે. જ્યારે સબ રજીસ્ટ્રારમાં નોંધાયેલા બધા વીલ ટાઇપ કરીને લખાણ કરાયેલા છે.

કોરોના મહામારી વખતે નોંધણી કેવી રીતે થઇ?
ઋષિભારતીજી પાસેનું વીલ નોટરી કરાવેલું છે. જે વિશ્વંભર ભારતીજીના બ્રહ્મલીન થયાના માત્ર 15 દિવસ પહેલાંનું છે. કે જ્યારે લોકડાઉન અમલી હતું. ભારતીબાપુનું નિધન કોરોનાને લીધે થયું હતું. ત્યારે તેઓ આશ્રમ છોડીને વીલ નોંધાવવા છેક રાજકોટ કેવી રીતે જઇ શક્યા એ સવાલ ખડો
થયો છે.

અન્ય સમાચારો પણ છે...