તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:આજે મયારામ આશ્રમે કુમાર છાત્રાલયનું કરાશે લોકાર્પણ

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં કે અન્ય રીતે અનાથ થયેલા 100 બાળકોને ફ્રિમાં અભ્યાસની સુવિધા

જૂનાગઢના ગિરનાર રોડ સ્થિત મયારામદાસજી આશ્રમ ખાતે નવનિર્મિત કુમાર છાત્રાલયનું શુક્રવારે લોકાર્પણ કરવામાં આવશે. કોરોનાના કારણે કે અન્ય કારણોસર અનાથ થયેલા બાળકોને અહિં ફ્રિમાં શિક્ષણ આપવામાં આવશે. સાથે રહેવા, ભોજનની વ્યવસ્થા પણ ફ્રિમાં રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આ અંગે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે અનેક બાળકોએ માતા, પિતા ગૂમાવ્યા છે.

આ ઉપરાંત પણ અનેક બાળકોએ વિવિધ કારણોસર માતા, પિતા ગૂમાવ્યા છે. ત્યારે આવા 100 જેટલા અનાથ બાળકોને ફ્રિમાં અભ્યાસ સાથે રહેવા, જમવાની સુવિધા મળી રહે તે માટે ગિરનાર રોડ સ્થિત મયારામદાસજી આશ્રમ ખાતે કુમાર છાત્રાલયનો પ્રથમ માળ બનાવાયો છે, જેનું લોકાર્પણ શુક્રવારે સવારે 9:30 વાગ્યે કરવામાં આવશે. આ બાંધકામ સુરત સ્થિત દાતા કાશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવ્યું છે.

કેન્દ્રીયમંત્રી જવાહરભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમનું ઉદ્ધાટન ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મેયર ધીરૂભાઇ ગોહેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, પૂર્વ ડે.મેયર ગિરીશભાઇ કોટેચા તેમજ પ્રવિણભાઇ ગોરધનભાઇ ગોટી અને લવજીભાઇ હામાભાઇ ગોટી દ્વારા કરવામાં આવશે.

આ તકે તનસુખગીરી બાપુ, શેરનાથ બાપુ, મહાદેવભારતી બાપુ, હરિહરાનંદ બાપુ, સ્વામી ભગીરથદાસજી અને રામદાસજી મહારાજ આશિર્વચન પાઠવશે. આ તકે અનેક ધાર્મિક સંસ્થાના સંતો, મહંતો, સામાજીક અને રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતી રહેશે. દરમિયાન સર્વેને ઉપસ્થિત રહેવા મહંત અભિરામદાસજી ગુરૂ મયારામદાસજી અને મહંત રામનારાયણદાસજી ગુરૂ જનાર્દનદાસજીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...