આવેદન:દલીત યુવાનના હત્યારાને ફાંસી આપવા માંગણી કરવામાં આવી

જૂનાગઢ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત અનુસુચિત જાતિ સમાજ દ્વારા કલેકટરને અપાયું આવેદન

મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે દલીત સમાજના યુવાન જયસુખભાઇ વજુભાઇ મુછડીયાની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. ત્યારે આ હત્યાના વિરોધમાં સમસ્ત અનુસુચિત જાતિ સમાજ-જૂનાગઢ જિલ્લા દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે જઇ હત્યારાને ફાંસી આપવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે જિલ્લા કલેકટરને આવેદન આપી હત્યારાને સત્વરે પકડી પાડવાની માંગ સાથે અગાઉ થયેલ ધર્મેશ પરમારની હત્યામાં રાજકીય વ્યક્તિની પોલીસે અટક કરી ન હોવાનું જણાવી યોગ્ય કરવા માંગ કરાઇ હતી.

સાથે કેનેડીપુરના યુવાન શૈલેષ મકવાણાને જાનનું જોખમ હોય પોલીસ રક્ષણ આપવાની પણ માંગ કરાઇ હતી. આ તકે સમસ્ત અનુસુચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઇ સોલંકી, દેવદાનભાઇ મુછડીયા, દેવેનભાઇ વાણીવી, નરેશભાઇ સાંસીયા, હમીરભાઇ ધૂળા,મુકેશભાઇ ચૌહાણ, રાવણ પરમાર, મનસુખભાઇ વાઘેલા, વિરેન્દ્ર મકવાણા તેમજ મોટી સંખ્યામાં દલીતોની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...