તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જૂનાગઢની સગીરાનું અપહરણ કરનાર રાણીપતથી ઝડપાયો

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ આરોપીને તેના ઘરેથી દબોચી લીધો

જૂનાગઢના ગોધાવાવની પાટી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સને એલસીબીએ સુરેન્દ્રનગર જિલ્લાના રાણીપતથી ઝડપી પાડ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના ગોધાવાવની પાટી વિસ્તારમાંથી એક સગીરાને ભગાડી જઇ અપહરણ કર્યાની એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ થઇ હતી.

બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સગીરાને ભગાડી અપહરણ, સુરેન્દ્રનગર જિલ્લાના રાણીપત ગામના સુનીલ કનાભાઇ સોંલકીએ કર્યું હોવાની બાતમી મળી હતી. સાથે આરોપી પોતાના ઘરે જ હોવાની બાતમી મળતા એલસીબીએ તપાસ કરતા આરોપીને તેમજ ભોગ બનનાર કિશોરી બન્ને મળી આવ્યા હતા. એલસીબીએ બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે એ ડિવીઝન પોલીસ હવાલે કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...