તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભેંસાણમાંથી સગીરાનું અપહરણ કરનાર સમઢિયાળાથી ઝડપાયો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સગીરા આરોપીના ગામે અભ્યાસ કરવા જતાં પ્રેમ થયોને ભાગ્યા
 • આરોપી પોલીસ કસ્ટડીમાં સગીરા શિશુુમંગલમાં

ભેંસાણ તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સને ભેંસાણ પોલીસે સમઢીયાળાથી ઝડપી લીધો છે. હાલ આરોપીને પોલીસ મથકે અને સગીરાને શિશુમંગલમાં રાખવામાં આવેલ છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભેંસાણ તાલુકા વિસ્તારની એક સગીરાને ઉના તાલુકાના સમઢીયાળા ગામનો આરોપી રાજુ ભગવાનભાઇ સરવૈયા ભગાડી ગયો હતો. આ મામલે ભેંસાણ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

બાદમાં રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ભેંસાણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. ડી. વાળા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન અપહરણના ગુનાનો ભોગ બનનાર સગીરા અને આરોપી સમઢિયાળા હોવાની બાતમી મળતા બન્નેને રાઉન્ડ અપ કર્યા હતા.

પૂછપરછમાં જાણવા મળ્યું કે, સગીરા આરોપીના ગામમાં અભ્યાસ કરતી હોય પોતાને પ્રેમ થઇ જતા ગુનો આચર્યો હતો. દરમિયાન સગીરા તેના માતા, પિતા સાથે જવા ઇચ્છતી ન હોય તેેને શિશુમંગલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. જ્યારે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો