તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જીઆઇડીસી 2 માંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 22 ઓગસ્ટે અપહરણ કર્યું, 26 ઓગસ્ટે શોધી કાઢ્યો
  • એલસીબીએ આરોપી અને ભોગ બનનારને પકડી પાડ્યા

જૂનાગઢના જીઆઇડીસી 2માંથી 22 ઓગસ્ટે સગીરાનું અપહરણ કરનારને એલસીબીએ 26 ઓગસ્ટે ઝડપી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ શહેરના સોનાપુરી વૃદ્ધાશ્રમ પાસે રહેતી મહિલાએ 22 ઓગસ્ટે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે,તેમની સગીર વયની દિકરીને તેના જીઆઇડીસી 2માં રહેતા ભાઇના કબ્જામાંથી કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી ભગાડી ગયો છે.

આ અંગેની ફરિયાદ બાદ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સગીરાનું અપહરણ ધારાગઢ દરવાજા વિસ્તારના જયેશ જગદિશભાઇ મેઘનાથીએ કર્યું છે. હાલ આરોપી અને ભોગ બનનાર બન્ને આરોપીના ઘરે છે. બાદમાં દરોડો પાડી આરોપી તેમજ ભોગ બનનાર સગીરાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે એ ડિવીઝન પોલીસ હવાલે કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...