તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:ગડુ-જંગર રોડનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો

ગડુ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટેન્કર 24 ટકા ડાઉનમાં ભરાયું હોઇ ગુણવતા જાળવવા રજુઆત
 • રોડનાં કામમાં ગુણવત્તા જાળવવા નિતીન પટેલે બાહેધરી આપી

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલો ગડુ જંગર રોડનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો.

માંગરોળના ધારાસભ્ય આ રોડનો મુદ્દો ઉઠાવતા રોડમાં ભ્રષ્ટાચાર ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ વિધાનસભામાં જણાવ્યું હતું. કે ગડુ જંગર રોડ ખરાબ હોવાથી આ વિસ્તારના લોકોને 10 વર્ષથી પડતી મુશ્કેલીની વ્યથા જણાવી અને વધુમાં જણાવ્યું કે ગડુ જંગર રોડના કામનું ટેન્ડર 24 ટકા કરતા વધારે ડાઉન ભરાયું છે. જેથી કામની ગુણવત્તા નિયમ મુજબ બને એવી રજુઆત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને સંબોધીને કરેલ હતી. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા વિધાનસભામાં રેકોર્ડ ઉપર જણાવેલ કે ગડુ જંગર રોડનું ટેન્ડર 24 ટકા કરતાં વધુ બિલો આવેલ પણ કામ સારું થાય ગુણવત્તા વાળુ થાય એની ચોક્કસ અમે કાળજી રાખીશું. હવે જોવાનું એ રહ્યું કે માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ દ્વારા આ રસ્તાને લઈ કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય તેનું ધ્યાન રાખે છે કે નહીં?

રોડનું સંતોષ કારક કામ કરાશે
ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ડી.ડી. ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે આ રોડની કામગીરીમાં કોઈ પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. સંતોષ કારક કામ કરવામાં આવશે તેવી સ્થાનિક લોકોને બાંહેધારી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો