તપાસનો ધમધમાટ:મંડળીમાં થયેલ 77.87 લાખની છેતરપિંડીની તપાસ એલસીબીને સોંપાઇ

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંટવાના પાદરડી ગામે સેવા સહકારી મંડળીમાં થઇ હતી ગોલમાલ

સહકારી મંડળીમાં થયેલ 77.87 લાખની છેતરપિંડીની તપાસ જૂનાગઢ એલસીબીને સોંપાઇ છે. આ અંગે એલસીબી પીઆઇ એચ. આઇ. ભાટીએ જણાવ્યું હતું કે, બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાદરડી સેવા સહકારી મંડળી લીમીટેડ આવેલ છે. દરમિયાન ધોરાજીમાં રહેતા અને આ મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા યોગેશ નટવરલાલ રાવલે પોતાના આર્થિક ફાયદા માટે ગોલમાલ કરી હતી. તેમણે મંડળીની આવકના 77,87,394ની છેતરપિંડી કરી હતી.

આ મામલે પાદરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ મોહનભાઇ નાથાભાઇ મોકરીયાએ મંડળીના મંત્રી યોગેશ રાવલ સામે બાંટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ આ બનાવની તટસ્થ તપાસ થાય તે માટે તપાસ એલસીબી સોંપવા હુકમ કર્યો છે. ત્યારે એસપીની સૂચના બાદ એલસીબી પીએસઆઇ ડી.જી. બડવાએ તાત્કાલીક તપાસનો દોર સંભાળી મંડળીના ગયેલ તમામ રૂપિયા પરત મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...