અકસ્માત:ટ્રેક્ટર દિવાલ સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત નિપજ્યું

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર પંથકના એરડા ગામના યુવાને સ્ટેયરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો

જૂનાગઢમાં એક ટ્રેક્ટર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર દિવાલ સાથે અથડાયું હતું. અને ચાલકને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પોરબંદરના ખાપટમાં રહેતા ભીમાભાઈ ગીગાભાઈ ઓડેદરાએ જૂનાગઢ સી-ડિવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રમેશભાઈ વીજાભાઈ ઓડેદરા (ઉ.વ.25, રહે. એરડા) પોતાના કબ્જા વાળુ ટ્રેક્ટર લઈને જૂનાગઢનાં ગાધીગ્રામ વિસ્તારમાં હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યાં હતા. એ દરમિયાન રમેશભાઈએ સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર મકાનની દિવાલ સાથે અથડાયું હતું. અને રમેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...