તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ગિરનાર રેન્જના જાંબુડી થાણા ખાતે રાત્રે ખુદ જંગલ ખાતાના અધિકારી જ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવે છે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • તપાસ કરી કસુરવાર સામે પગલાં ભરવા માંગ

જૂનાગઢ ગિરનાર રેન્જ ખાતે જાંબુડી થાણા હેઠળ રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવાય છે. જાંબુડીથી પાતુરણ રૂટ પર ખાનગી વાહનોમાં ખુદ જંગલ ખાતાના અધિકારીઓ જ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવે છે. આવા અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર પ્રવેશેલા લોકો સિંહ દર્શન સાથે વિકૃત્ત રીતે સિંહોની પજવણી પણ કરે છે. આ અંગેના પુરાવા સાથેની માહિતી મળી છે. એશિયાટિક લાયન વૈશ્વિક આભુષણ છે અને તે ભારતમાં અને ગિરમાં છે તે બાબત ગૌરવ લેવા જેવી છે. સરકાર દ્વારા સિંહોના સરંક્ષણ અને સંવર્ધન માટે મસમોટો ખર્ચ કરાય છે.

અધિકારીની બદલી કરવા માગ
સિં​​​​​​​હોની તકેદારી માટે 24 કલાક અધિકારીઓની ટિમ નિયુક્ત કરેલી છે. ત્યારે આ સિંહોના કહેવાતા રક્ષકો જ ભક્ષક બને ત્યારે આ વિરાસત જોખમમાં મુકાવાની સંભાવના નકારી શકાય નહિ. સિંહોને પણ કોરોના સંક્રમણ લાગી શકે છે તેવો નિષ્ણાંતોએ અગાઉ અભિપ્રાય આપ્યો હતો. તેમ છત્તાં કોરોનાના કપરા કાળમાં પણ વનખાતાના અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદે સિંહ દર્શન થાય છે તે અટકાવા માંગ છે. સાથોસાથ આ મામલે તપાસ કરી આવા જવાબદાર અધિકારી સામે દાખલારૂપ કાર્યવાહી કરવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...