આપઘાત:પત્નીને બ્લેકમેઇલ કરનારે અપહરણ કરી માર મારતાં પતિએ ઝેર પી લીધું

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જૂનાગઢનો યુવાન ભવનાથ ફરવા ગયો ત્યારે બનેલી ઘટના
  • ચાર સાગરીતો સાથે આવેલા શખ્સે હુમલો કર્યા બાદ છોડી મુક્યો

જૂનાગઢના મધુરમમાં રહેતો એક યુવાન પત્ની સાથે ભવનાથ ફરવા ગયો હતો. ત્યારે તેની પત્નીને બ્લેકમેઇલ કરતો શખ્સ પોતાના 4 સાગ્રીતો સાથે ત્યાં ધસી આવ્યો હતો. અને યુવાનને બળજબરીથી કારમાં બેસાડી નારાયણધરા પાસે અંધારામાં લઇ જઇ ઢીકાપાટુનો માર મારી છોડી દીધો હતો. આથી યુવાને બાદમાં મચ્છર મારવાનું લીક્વિડ પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.જૂનાગઢના મધુરમ આલ્ફા સ્કુલની બાજુમાં સફલ રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતો અફઝલભાઇ ઉર્ફે જીદ્દી બોય કાળાભાઇ સીડા (ઉ. 24) ગત તા. 11 મે ના રોજ રાત્રે 9:30 વાગ્યે પત્ની સાથે ભવનાથ ફરવા ગયો હતો.

બંને વનવિભાગના ગેટ પાસે ઉભા હતા. ત્યારે મીત સોંદરવા નામનો શખ્સ પોતાની સાથે બીજા 4 શખ્સોને લઇને કારમાં આવ્યો હતો. અને અફઝલને બળજબરીથી કારમાં બેસાડી નારાયણધરા પાસે અંધારામાં લઇ ગયો હતો. જ્યાં તેને માર માર્યો હતો. બાદમાં અફઝલ પત્ની સાથે બાઇક પર બેસી મજેવડી દરવાજે આવ્યો હતો. જ્યાં તેને ઉતારી દઇ બસ સ્ટેશન પાસે એમ મેડીકલ સ્ટોરે ગયો હતો. અને ત્યાંથી મચ્છર મારવાનું લીક્વિડ લઇ નવી આરટીઓ ઓફિસ પાસે જઇ ત્યાં એ પી ગયો હતો. આથી બેભાન થઇ ગયા બાદ કોઇએ તેને સિવીલ હોસ્પિટલે પહોંચાડ્યો હતો. જ્યાં તેણે મીત સોંદરવા સહિતના લોકો સાથે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...