તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરો તાપ:સીઝનનો સૌથી ગરમ દિવસ, 41.4 ડિગ્રી

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ગરમીનો પ્રમાણ વધતા લોકો દરિયા કિનારે પહોંચ્યા છે. - Divya Bhaskar
ગરમીનો પ્રમાણ વધતા લોકો દરિયા કિનારે પહોંચ્યા છે.
 • સવારે ભેજનું પ્રમાણ 29 ટકા, 4.9 કિમીની ઝડપે ગરમ પવન ફૂંકાયો

માર્ચ મહિનાની આખરમાં સૂર્યનારાયણ તેનો આકરો મિજાજ બતાવ્યો છે. શનિવારે જૂનાગઢમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રીએ પહોંચી જતાં જનજીવન પ્રભાવીત થયું હતું. તેમજ પવનની ઝડપ 4.9 કિમીની રહેતાં લોકોએ ગરમ પવનનો અનુભવ કર્યો હતો.

ઊનાળાની શરૂઆત થઇ છે. આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે. છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું છે. શુક્રવારે શહેરમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. બાદ શનિવારે પણ ગરમીનો માહોલ રહ્યો હતો.

શહેરમાં 41.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જે સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હીટવેવને કારણે શહેરના માર્ગો પણ સુમસામ ભાસતા હતા. તેમજ લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હતા. જૂનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જૂનાગઢમાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી રહ્યું હતું. ત્યારે ભેજનું પ્રમાણ સવારે 29 ટકા અને બપોરે 8 ટકા નોંધાયું હતું. જ્યારે પવનની ગતિ 4.9 કિમીની નોંધાઇ હતી.

2020 કરતાં માર્ચમાં વધુ તાપમાન
વર્ષ 2020 માં માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. તેમજ 31 માર્ચ 2020 ના રોજ 38.7 ડિગ્રી નોંધાયું હતું. જે માર્ચ મહિનાનું સૌથી વધુ તાપમાન હતુ. તેની સરખામણીએ ચાલુ વર્ષે માર્ચ મહીનામાં બે વખત 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.

2002 નો રેકોર્ડ અકબંધ છે
ગરમીનો પારો 40 થી 44 ડિગ્રીની આસપાસ રહે છે. પરંતુ વર્ષ 2002 માં મે મહિનામાં એક વખત 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે જૂનાગઢનું આજ સુધીનું સૌથી વધુ તાપમાન હતું. 2002 પછી એકપણ દિવસ 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું નથી.

લૂથી બચવા આટલું કરી શકાય
લૂ લાગવાથી શરીરમાં પરસેવો થવો, માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, સ્નાયુમાં દુ:ખાવો, અશક્તિ, ઉબકા આવવા, વગેરે સ્થિતી ઉદ્ભવે છે. ત્યારે આવા સંજોગોમાં વધુ પ્રમાણમાં પાણી પીવું, છાશ કે અન્ય પ્રવાહી ખોરાક લેવો. લાંબો સમય તડકામાં ન રહેવું, ઠંડક વાળા સ્થળે સમયાંતરે આરામ કરવો, હળવા રંગના કપડાં પહેરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો