વરસાદ:સોરઠમાં સૌથી વધુ 69 ઇંચ વરસાદ વિસાવદરમાં, ઓછો 26 ઇંચ ઊનામાં

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં 129 % , ગીર સોમનાથમાં 95 % વરસાદ

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સારો વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લામાં 129 ટકા અને ગીર સોમનાથ જિલ્લામાં 95 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ 69 ઇંચ વરસાદ વિસાવદર તાલુકામાં અને સૌથી ઓછો 26 ઇંચ વરસાદ ઊના તાલુકામાં થયો છે. સોરઠમાં વાવાઝોડા દરમિયાન કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો. બાદ વરસાદ ખેંચાયો હતો. અંતે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થયો હતો. જૂનાગઢ જિલ્લાનાં 9 તાલુકામાં 100 ટકા કરતા વધુ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં 69 ઇંચ થયો છે.

જોકે ટકાવારીને દ્રષ્ટિએ માંગરોળમાં 162 ટકા વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લાનાં 6 તાલુકામાં 95 ટકા વરસાદ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ 47 ઇંચ વરસાદ વેરાવળ તાલુકામાં થયો છે. ઊના તાલુકામાં 26 ઇંચ વરસાદ થયો છે. આમ, સોરઠમાં સાૈથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં 69 ઇંચ વરસાદ થયો છે.

ઊનામાં વાવાઝોડાનાં સમયે 10 ઇંચ વરસાદ થયો "તો
સોરઠમાં ચોમાસા પહેલા તાઉતે વાવાઝોડું આવ્યું હતું. આ સમયે ઊના પંથકમાં 10 ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ ઉપરાંત વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, તાલાલા સહિતનાં વિસ્તારમાં પણ વરસાદ થયો હતો.

2 દિવસ પહેલા ગ્રામ્યમાં 3 ઇંચ સુધીનો વરસાદ
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રી દરમિયાન વરસાદ થયો છે. બે દિવસ પહેલા સોરઠનાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચ સુધી વરસાદ થયો હતો. જોકે છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. હાલ ખેડૂતો મગફળી કાઢવાનાં કામે લાગ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...