તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:વાવાઝોડામાં સૌથી વધુ 80.80 કરોડનું નુકસાન જાફરાબાદમાં

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર દ્વારા મોટી 807 અને નાની 187 બોટને સહાય આપવામાં આવશે : કેબિનેટ મંત્રી જવાહર ચાવડા

તાઉ તે વાવાઝોડાને લીધે સૌથી વધુ નુકસાન ફિશરીઝ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા લોકોને થયું છે. આથી રાજ્ય સરકારે 105 કરોડથી વધુની સહાયનું પેકેજ જાહેર કર્યું છે. જે નોટોને નુકસાન થયું છે એમાં 807 મોટી અને 187 નાની શીંગ ખોટનો પણ સમાવેશ થાય છે.

આ અંગેની વિગતો આપતાં કેબિનેટ મંત્રી જવાહર ભાઇ ચાવડા જણાવ્યું હતું કે, તાઉ તે વાવાઝોડાને લીધે રાજ્યના કુલ 13 બંદરો અને મત્સ્ય ઉતરાણ કેન્દ્રોની અસર થઇ છે. ગિયર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સુત્રાપાડા, રાજપરા, સીમર, નવાબંદર, માઢવાડ, કોટડા, અમરેલી જિલ્લામાં જાફરાબાદ, શિયાળબેટ, ચાંચ તેમજ ભાવનગર જિલ્લામાં ઘોઘા, સરતાનપર, મહુવા બંદરોને અસર થઇ છે.જેમાં આ બંદરોમાં નોંધાયેલી કુલ 29,716 શીંગ બોટ પૈકી 994 બોટ અને સાધન સામગ્રી મળીને કુલ રૂ. 57.53 કરોડનું નુકસાન થયું છે. જેમાં 807 મોટી અને 187 નાની ખોટનો સમાવેશ થાય છે.

જેમાં મોટી બોટ માટે નુકસાની મુજબ 2 લાખ સુધીની સહાય અને નાની બોટ માટે 35 હજાર સુધીની સહાય મળશે. બોટના રીપેરીંગ માટે જે લોન લેવાશે તેનું વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. આ ઉપરાંત જેની સીઝન બગડી છે એવા 8 હજાર માછીમારોને રૂ. 2-2 હજારની સહાય ચૂકવવામાં આવશે. તો જાફરાબાદમાં આવેલા 8 ઝિંગા ફાર્મને પણ નુકસાન થયું હોઇ તેમને હેક્ટર દીઠ રૂ. 8 હજાર સહાય ચૂકવવામાં આવનાર છે.

4 બંદરમાં થયેલું નુકસાન
આ બંદરોમાં કુલ રૂ. 117.95 કરોડનું નુકસાન થયું છે. એ પૈકી નવા બંદરમાં રૂ. 5.75 કરોડ, જાફરાબાદમાં રૂ. 80.80 કરોડ, સૈયદ રાજપરામાં રૂ. 17.60 કરોડ અને શિયાળ બેટમાં રૂ. 13.80 કરોડનું નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...