જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષે બાગાયતી પાકને લીધે ખેડૂતોની આવક વધી છે. વર્ષ 2021-22માં ખેડૂતોને પેક હાઉસ ઉભા કરવા, શોર્ટીંગ ગ્રેડીંગના સાધનો વસાવવા, ફળ તથા શાકભાજીના નવા વાવેતર, પ્લાસ્ટીક મલ્ચીંગ, મીની ટ્રેક્ટર, પાવર ટીલર, ડ્રીપ ઇરીગેશન સહિતની સવલતો માટે 6341 ખેડૂતોને કુલ રૂ. 1127.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
બાગાયત ખેડૂતોને સબસીડી આપવામાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને અને લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ત્રીજું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત પાણીના ટાંકા બનાવવા, નેટ હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પેકીંગ મટીરીયલ, પ્રોસેસીંગના સાધનો, નિકાસ માટે હવાઇ નૂરમાં સહાય જેવા ઘટકોમાં ખેડૂતોને નાણાંકિય સહાય આપવામાં આવી છે. તો 500 ખેડૂતોને બાગાયત પાકોની વૈજ્ઞાનીક પદ્ધતી અંગેની તાલીમ પણ અપાય છે.
આ ઉપરાંત ફળ-શાકભાજીનું છુટક વેચાણકરતા ફેરીયાઓના ઉત્કર્ષ માટે રૂ. 35.49 લાખની સહાય ચૂકવાઇ હતી. જૂનાગઢ જિલ્લો બાગાયત પાકોનાં ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એમ નાયબ બાગાયત નિયામક હિમાંશુ ઉસદડીયા કહે છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો પણ થઇ રહ્યો છે. વર્ષ 2021-22 માં જૂનાગઢ જિલ્લામાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર અંદાજે 70,000 હેક્ટર હતો. જેમાં ફળપાકો 15,500 હેક્ટર, શાકભાજી 18,000 હેક્ટર અને મરી મસાલાના પાકોનું 35,500 હેક્ટરમાં વાવેતર થયું હતું.
આ પ્રકારે સહાય ચૂકવાઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.