તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌ સંવર્ધન:ઉચ્ચ અભ્યાસ કરનાર પરિવાર ગોબરમાંથી બનાવે છે રાખડી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના વૃંદાવન ગૌ સંવર્ધન કેન્દ્રમાં ગૌમય વૈદીક રાખડી બનાવાઇ રહી છે. ગોબરમાંથી બનતી આ રાખડી ભારતભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કામગીરી ઉચ્ચ અભ્યાસ કરનાર પરિવારના 3 સભ્યો જ બનાવે છે. ગૌશાળાના સંચાલક ધિરજભાઇ ભલાણીએ એમએ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. તેમના પત્નિ ભાવનાબેને એમએ ડીપીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેમનો પુત્ર એન્જીનિયરનો અભ્યાસ કરે છે.

આમ, ઉચ્ચ અભ્યાસ કરતા હોવા છત્તાં પરિવારના સભ્યો ગૌશાળામાં જોડાઇ સારી રીતે કામગીરી કરે છે. ભલાણી પરિવારે ગાયના છાણ, ગૌમૂત્રમાંથી કુલ 35 જેટલી પ્રોકડ્ટ બનાવી છે. ખાસ કરીને વિવિધ બિમારી માટે ગૌમૂત્ર અર્ક, ઘનવટી, માલીસ તેલ,પંચગવ્ય ગૌધ્રૃત નસ્ય, ગોબરમાંથી તોરણ, જુમર, કુંડા, પેન સ્ટેન્ડ,ચમચી માટેનું સ્ટેન્ડ, મોબાઇલ ચીપ વગેરે જેવી અનેક પ્રોડક્ટ બનાવી છે.

ગૌશાળા દ્વારા હાલ રક્ષાબંધનના તહેવારને લઇને ખાસ ગોબરમાંથી રાખડી બનાવવામાં આવી છે જે રાખડી ભારતભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ખાસ કરીને ગૌપાલન માત્ર ગામડા પુરતું જ સિમીત ન રહે તેમાં શહેરીજનો અને શિક્ષિત લોકો પણ જોડાઇ તે મુખ્ય ઉદ્દેશ છે.

અન્ય સમાચારો પણ છે...