• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The High Court Issued A Notice To The Responsible Persons When The Appointment Of The Vice Chancellor Of The Agricultural University Was Questioned

કાર્યવાહી:કૃષિ યુનિવર્સિટીનાં ઉપકુલપતિની નિમણૂંક સામે જ સવાલ ઉઠાવાતા હાઇકોર્ટે જવાબદારોને નોટીસ પાઠવી

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વીસી વિઠ્ઠલભાઈ ચોવટિયા સામે તેના જ પુત્રની ગેરકાયદે ભરતીનો મામલો જૂનાગઢમાં ચાલી રહ્યો છે.
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં થનારી ભરતી જો આ વીસી દ્વારા થાય તો લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી નહિ થાય તેવો અરજદારનો આક્ષેપ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વી.પી. ચોવટીયાની સામે ગંભીર આક્ષેપો થયા છે. આક્ષેપો કરનાર વિરલ જોટવાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી. ચોવટીયા દ્વારા બોગસ રેકોર્ડ ઊભું કરી અને તે કોમ્પ્યુટરની સીસીસી પ્લસની પરીક્ષા પાસ ન કરી હોવા છતાં પણ જાણે પાસ છે તેવું રેકોર્ડ ઊભું કરી અને તેમણે સંશોધન નિયામક તરીકે નિમણૂંક મેળવેલ છે.તેમના આક્ષેપ પ્રમાણે તત્કાલીન ઇન્ચાર્જ વાઈસ ચાન્સેલર વિઠલભાઈ ચોવટિયાને જૂન 2018 માં તેમની સીધી ભરતી સંશોધન નિયામક તરીકે કરવામાં આવેલી હતી.

સીધી ભરતીથી નિમણુંક પામેલ હોઈ તો નિયમસર પ્રોબેસન દરમ્યાન તેમને સરકારના નિયમો મુજબ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોઈ છે. પરંતુ ડો.વી.પી.ચોવટિયાએ સીસીસી પ્લસ પરીક્ષા પાસ કરેલ નથી અને અમોએ તે અંગે તપાસ કરતા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા, સ્પીપા, અમદાવાદના જાહેરનામાં ક્રમાંક: પરીક્ષા / CCC+/ રાજકોટ/ માર્ચ 2014/ (16-3) / ૫.પ્ર. તા. 19/3/2014 પરિશિષ્ટ-. ' બ' માં નાપાસ થયેલા ઉમેદવારની યાદી છે. તેમાં તા. 7/3/2014 ની પરિક્ષામાં બેઠક નં.4 (ક્રમ નં.14)માં ડો.વી. પી. ચોવટીયાનું નામ નાપાસ થયેલાની યાદીમાં છે.

વિઠલભાઈ ચોવટીયા નાપાસ હોવા છતાં અને આ જો CCC+ ની આવી પરીક્ષા પાસ કરેલ ન હોય તો વિઠલ ચોવટીયાની નોકરીની સેવા સમાપ્ત કરવાની હોય છે. આ વિઠલ ચોવટીયા દ્વારા આ સેવા સમાપ્ત કરવી નાં પડે તેવા બદઈરાદે તારીખ 7-7-2020ના તત્કાલીન કુલ સચિવ પી.એમ. ચૌહાણ દ્વારા એક શંસોધન નિયામક વિઠલ ચોવટીયાની અજમાયશી સેવા નિયમિત કરવા માટે જા.ન. જુકૃયું /રજી/ એડીએમ-1.1/2020(35)/9037-48 થી એક રેકર્ડથી વિપરીત અને કુલ સચિવ દ્વારા પી.એમ. ચૌહાણ દ્વારા એક પત્રક બનાવેલ જે પત્રક ની કોલમ 7મુંજબ CCC + પરીક્ષા પાસ કર્યા તારીખ 19-3-2021 દર્શાવેલ છે.

હકીકતમાં આ તારીખે આવી કોઈ પરીક્ષા પાસ કરેલ નથી. આમ, આ તારીખે પરીક્ષા નાપાસ કરેલ હોવા છતાં ખોટું રેકર્ડ ઉભું કરેલ હતું.ઉપરાંત ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો હોવા છતાં પણ સરકાર દ્વારા આ અધિકારીની વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂંક કરી અને વધુમાં ફરિયાદી વિરલભાઇ દ્વારા એવું પણ જણાવવામાં આવેલ કે સમગ્ર હકીકત રેકર્ડ પર હોવા છતાં વાઇસ ચાન્સેલર માટેની ભરતી બહાર પડી ત્યારે વિરલભાઇ જોટવાની વાંધા અરજી હોવા છતાં અને આ વાંધા અરજી તેમજ પુરાવાની સમગ્ર ફાઈલ બાબતે કૃષિ સચિવ દ્વારા સ્પષ્ટ નોંધ મુકવામાં આવેલી હતી કે આ નિમણૂંક કરતા પહેલા વિરલ જોટવાની ફરિયાદ ધ્યાનાર્થે લેવી.

તેમ છતાં તત્કાલીન કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ વાઈસ ચાન્સેલર ની નિમણૂંક કરેલ હતી જે બાબતે પણ ફરિયાદી એ ગંભીર આક્ષેપો સાથે આ ગેરકાયદેસર નિમણૂંક રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં જવાબદારો યુનિવર્સિટીમાં નિમણૂંક કરવા માટે હાઈકોર્ટમાં હાલના વીસી વિઠલભાઈ ચોવટિયા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ વિભાગ અને અન્ય જવાબદાર સામે હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે જવાબદારો સામે નોટીસ ઇસ્યુ કરેલ છે.

આગામી સમયમાં ભરતીમાં ભ્રષ્ટાચારની ભિતીનો આક્ષેપ
વિરલ જોટવાએ એવું પણ જણાવેલ છે કે, આવનારા સમયમાં ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ભરતી થનાર છે. તેવા સંજોગોમાં જો આ વાઇસ ચાન્સેલર દ્વારા ભરતી કરવામાં આવે તો પારદર્શિતા નહિ જળવાય. ઉપરાંત જો આ માણસ દ્વારા ભરતી કરવામાં આવશે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થશે. કારણ કે, જે માણસ પોતાનાં બોગસ અને બનાવટી રેકોર્ડ ઉભા કરેલ હોય તેવા વ્યક્તિ ઉપરાંત જે વ્યક્તિ દ્વારા કાયદાથી વિરુદ્ધ પોતાના પુત્રની નિમણૂંક કરાવેલી હોય તેવા વ્યક્તિ દ્વારા ભરતીની સત્તા આપવામાં આવશે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થશે.

વીસીના પુત્રની યોગ્ય શૈક્ષણિક લાયકાત નથી
હાલના વીસી સામે સામે તેમના પુત્રને યોગ્ય શૈક્ષણિક લાયકાત ન હોવા છતાં પણ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી એ લીધા તે બાબતની ગંભીર ફરિયાદ વિરલ જોટવા એ કરેલ છે અને હાલમાં જૂનાગઢ જીલ્લા કોર્ટમાં પેન્ડીંગ છે.

અન્ય સમાચારો પણ છે...