તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:જૂનાગઢ શહેરમાં ગરમી સાથે બફારો યથાવત રહ્યો, મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • વ્હેલી સવારે ઝાકળ વર્ષા, રોડ ભીના થયા

જૂનાગઢ શહેરમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. દરમિયાન વ્હેલી સવારે ઝાકળ વર્ષા થતા શહેરના માર્ગો ભીના થયા હતા. જ્યારે વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખીને પસાર થવું પડ્યું હતું. જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી ગરમીમાં થોડો વધારો થયો છે. જોકે બુધવારની સરખામણીમાં ગુરૂવારે તાપમાનમાં મામુલી વધારો થયો હતો. બુધવારે 39.1 ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે ગુરૂવારે 0.3 ડિગ્રીના મામુલી વધારા સાથે મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી રહ્યું હતું. દરમિયાન વ્હેલી સવારના સમયે શહેરમાં ઝાકળ વર્ષા થઇ હતી. પરિણામે રસ્તા ભીના થઇ ગયા હતા.

જ્યારે વાહન ચાલકોને ગાઢ ધુમ્મસના કારણે વિઝીબીલીટી ઘટી જતા લાઇટ ચાલુ રાખીને પસાર થવું પડ્યું હતું. દરમિયાન ગુરૂવારે લઘુત્તમ 19.5, મહત્તમ 39.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 8 ટકા અને બપોર બાદ 30 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 5.4 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. આમ, છેલ્લા 3 દિવસથી મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની અંદર આવી જતા લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં સતત વધારો અને ઘટાડો થતો રહ્યો છે. પરિણામે લોકોની હાલાકીમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો