તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:જૂનાગઢ શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાના દિવસો નજીક છત્તાં આકરી ગરમી

ચોમાસાના દિવસો નજીક આવ્યા છત્તાં જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો હજુ પણ 38 ડિગ્રીએ પહોંચી જતા ખાસ કરીને બપોરના સમયે લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે 12.3 કિમીની ઝડપે પવન પણ ફુંકાતા ધૂળની ડમરી ઉડતી હોય ટુવ્હિલ વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ શહેરમાં હજુ પણ આકરી ગરમીનો માહોલ જળવાઇ રહ્યો છે. સવારના 10 વાગ્યાથી જ વાતાવરણમાં ગરમી સાથે અસહ્ય બફારો અનુભવાઇ રહ્યો છે. એમાંપણ બપોરના 12 થી સાંજના 4 સુધી તો આકરો તાપ પડ્યો હોય લોકોની પરેશાની વધી ગઇ હતી. દરમિયાન રવિવારે લઘુત્તમ 27.4, મહત્તમ 38 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને બપોર બાદ 48 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 12.3 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...