તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જિલ્લામાં ડેંગ્યુ રોગ ઘટાડવા આરોગ્ય વિભાગ સતર્ક થયું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડેંગ્યુનાં લક્ષણો જણાઇ તો તાત્કાલીક તબીબીનો સંપર્ક કરો

જૂનાગઢ જિલ્લામાં મચ્છરજન્ય રોગને અટકાવવા આરોગ્ય વિભાગે તૈયારીઓ આરંભી દીધી છે. ચોમાસાની ઋતુ શરૂ થતા મચ્છરના ઉપદ્રવને અટકાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અચાનક તાવ, લમણામાં દુઃખાવો, છાતી-હાથ પર ઓરી અછબડા જેવા દાણા સહિતના લક્ષણો જણાય તો ડેંગ્યુ હોય શકે આથી તાત્કાલીક નજીકનાં દવાખાનામાં સારવાર લેવે તાકીદ કરાઇ છે.

ચોમાસાની ઋતુ શરૂ થતા જ મચ્છરના ઉપદ્રવમાં વધારો થતો હોય છે. આથી મચ્છરજન્ય રોગ જેવા કે, ડેંગ્યુ, મેલેરીયા અને ચીકુનગુનિયા જેવા રોગ જોવા મળે છે. ત્યારે મચ્છરજન્ય રોગને અટકાવવા જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી કામગીરી કરી બિન જરૂરી વરસાદી પાણી ભરાય તેવા ભંગાર, ટાયર, વાસણ સહિતની વસ્તુનો નાશ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...